Oscar Awards 2022

Oscars Award 2022: પ્રોગ્રામમાં વિલ સ્મિથે ક્રિસ રોકને લાફો માર્યો- વાંચો સમારોહની તમામ વિગત

Oscars Award 2022: પ્રઝેન્ટર ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીનાં વાળ વિષે કમેન્ટ કરી હતી, જેના પર વિલ સ્મિથને ગુસ્સો આવી ગયો

મનોરંજન ડેસ્ક, 28 માર્ચઃ Oscars Award 2022: Oscars 2022માં અભિનેતા વિલ સ્મિથ સ્ટેજ પર ક્રિસ રોલને મુક્કો મારી દીધો. પ્રઝેન્ટર ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીનાં વાળ વિષે કમેન્ટ કરી હતી, જેના પર વિલ સ્મિથને ગુસ્સો આવી ગયો. તેઓ ઉભા થઈને મંચ પર ગયા ને પછી ક્રિસ રોકને મુક્કો મારી દીધો. 

ક્રિસ રોકે ફિલ્મ G.I. Jane ને લઈને વિલ સ્મિથની પત્ની જેડા પીન્કેટ સ્મિથની મજાક ઉડાવી હતી. તેમણે જેડાની ટાલ પર કમેન્ટ કરતા કહ્યું હતું કે આ ફિલ્મમાં તેમને તેમના વાળ ન હોવાને કારણે લેવામાં આવ્યા છે. જ્યારે જેડાએ ફિલ્મ માટે પોતાના વાળ કપાવ્યા ન હતા. પરંતુ તે Alopecia નામની વાળ ન હોવાની બિમારીથી ઝઝૂમી રહી છે, એટલા માટે તેણે પોતાના વાળ કપાવેલા છે. પત્નીની આ પ્રકારે મજાક બનવી એ વિલને પસંદ પડ્યું નહી અને તેમણે ચાલું શોમાં ક્રિસને મુક્કો મારીને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. 

આ ઘટનાએ સૌનાં હોશ ઉડાવી નાંખ્યા. ક્રિસ રોક પણ મુક્કો ખાધા બાદ થોડી વાર સ્તબ્ધ થઇ ગયા. વિલે તેમણે કહ્યું કે મારી પત્નીનું નામ ફરી લેતો નહી અને ક્રિસે જવાબ આપ્યો કે તેઓ આવું ફરી નહી કરે. ઓસ્કર્સ 2022 સેરેમનીમાં સામેલ લોકોની સાથે સાથે ઇવેંટને ટીવી પર જોનારી જનતા પણ હેરાન રહી ગઈ. મિનિટોમાં વિલ સ્મિથ અને ક્રિસ રોક ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યા. બંનેને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. 

જોકે બાદમાં વિલ સ્મિથે કોમેડિયન Chris Rock ને મુક્કો મારવા બદલ માફી પણ માંગી. એવોર્ડ સ્વીકારતી વખતે વિલ સ્મિથ ભાવુક થઈ ગયા હતા અને પોતાના ભાષણમાં ક્રિસ રૉકને લાફો મારવા બદલ માફી માગી હતી. ભાષણમાં તેમણે જણાવ્યું, “હું એકેડેમીની માફી માગું છું, હું તમામ નૉમિનેટેડ સાથીઓની માફી માગું છું.”

આ પણ વાંચોઃ P.V. Sindhu win swiss open title: પી.વી. સિંધુએ બુસાનને હરાવીને સ્વિસ ઓપન વિમેન્સ સિંગલ્સ ટાઈટલ જીત્યું- વાંચો વિગત

ઓસ્કાર એવોર્ડ 2022ના વિજેતાઓની યાદી:

  • શ્રેષ્ઠ દિગ્દર્શક – જેન કેમ્પિયન (ધ પાવર ઓફ ડોગ)
  • શ્રેષ્ઠ ફિલ્મ – CODA
  • શ્રેષ્ઠ અભિનેત્રી – જેસિકા ચેસ્ટેન (ધ આઇઝ ઓફ ટેમી ફેય)
  • શ્રેષ્ઠ અભિનેતા – વિલ સ્મિથ (કિંગ રિચાર્ડ)
  • શ્રેષ્ઠ ગીત – નો ટાઈમ ટૂ ડાય (બિલી ઈલિશ અને ફિનિસ ઓ’કોનેલ દ્વારા સંગીત અને બોલ આપવામાં આવ્યા)
  • શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી – સમર ઓફ સોલ
  • શ્રેષ્ઠ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે – CODA (સીયાન હેડર દ્વારા લિખિત)
  • શ્રેષ્ઠ મૂળ પટકથા – બેલફાસ્ટ (કેનેથ બ્રાનઘૂ દ્વારા લિખિત)
  • શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન – જેની બીવન (ક્રુએલા ફિલ્મ માટે)
  • શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ – ડ્રાઇવ માય કાર (જાપાન)
  • શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – એરિયાના દેબોસ (વેસ્ટ સાઇડ સ્ટોરી)
  • શ્રેષ્ઠ સહાયક અભિનેતા – ટ્રોય કોત્સુર (CODA)
  • શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ – એન્કેન્ટો
  • શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ – ડ્યૂન (પોલ લેમ્બર્ટ, ટ્રિસ્ટન માઇલ્સ, બ્રાયન કોનર અને ગર્ડ નેફ્જેર)
  • શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ – જો વાકર (ડ્યુન)
  • શ્રેષ્ઠ સાઉન્ડ- ડ્યુન (મેક રૂથ, માર્ક મૈંગિની, થિયો ગ્રીન, ડગ હેમ્ફિલ અને રોન બાર્ટલેટ)
  • શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન – ડ્યૂન (પ્રોડક્શન ડિઝાઇન – પેટ્રિસ વર્મેટ અને સેટ ડિઝાઇન – સુસાના સીપોસ)
  • બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઈલ – ધ આઈઝ ઓફ ટેમી ફેય (લિન્ડા ડાઉડ્સ, સ્ટેફની ઈન્ગ્રામ અને જસ્ટિન રૈલે)
  • શ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ – ધ લોંગ ગુડબોય
  • શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ – વિન્ડશિલ્ડ પાઇપર

આ પણ વાંચોઃ Science city will be formed in Narmada district: અમદાવાદ બાદ આ જિલ્લામાં 10 કરોડના ખર્ચે 2 એકરમાં સાયન્સ સિટીનું થશે નિર્માણ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.