P.V. Sindhu win swiss open title

P.V. Sindhu win swiss open title: પી.વી. સિંધુએ બુસાનને હરાવીને સ્વિસ ઓપન વિમેન્સ સિંગલ્સ ટાઈટલ જીત્યું- વાંચો વિગત

P.V. Sindhu win swiss open title: સિંધુએ ફાઇનલમાં થાઈલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાનને સીધી ગેમ્સમાં ૨૧-૧૬, ૨૧-૮થી હરાવી

સ્પોર્ટ્સ ડેસ્ક, 28 માર્ચઃ P.V. Sindhu win swiss open title: ભારતની ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુએ સ્વિસ ઓપન સુપર ૩૦૦ ટુર્નામેન્ટમાં વિમેન્સ સિંગલ્સ ટાઈટલ જીતી લીધું હતુ. સિંધુએ ફાઇનલમાં થાઈલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાનને સીધી ગેમ્સમાં ૨૧-૧૬, ૨૧-૮થી હરાવી હતી. જોકે ભારતનો એચ.એસ. પ્રનોય ફાઈનલમાં ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટી સામે હારતાં મેન્સ સિંગલ્સમાં રનર્સઅપ બન્યો હતો. ફાઈનલમાં પ્રનોયનો ૨૧-૧૨, ૨૧-૧૮થી પરાજય થયો હતો.

પી.વી. સિંધુ સતત બીજા વર્ષે આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશી હતી. જોકે તેણે અગાઉની ભૂલો સુધારતાં આ વખતે ટાઈટલ જીતી લીધું હતુ. તેણે થાઈ હરિફ સામે ૪૯ મિનિટમાં જ જીત હાંસલ કરી હતી. ગત વર્ષે સ્વિસ ઓપનની ફાઈનલમાં સિંધુનો રિયો ઓલિમ્પિકની ગોલ્ડ મેડાલીસ્ટ કારોલીના મરિન સામે પરાજય થયો હતો. નોંધપાત્ર છે કે, ૨૦૧૯માં સિંધુ અહીં જ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી.

આ પણ વાંચોઃ Science city will be formed in Narmada district: અમદાવાદ બાદ આ જિલ્લામાં 10 કરોડના ખર્ચે 2 એકરમાં સાયન્સ સિટીનું થશે નિર્માણ

વર્લ્ડ બેડમિંટન ફેડરેશનની સુપર ૩૦૦મી ટુર્નામેન્ટની જીત સાથે સિંધુએ થાઈ હરિફ બુસાનન સામે કારકિર્દીની ૧૭મી મેચમાં ૧૬મી જીત હાંસલ કરી હતી. નોંધપાત્ર છે કે, સિંધુએ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં સઈદ મોદી ઈન્ટરનેશનલ સુપર ૩૦૦ ટુર્નામેન્ટ જીતી હતી.

૨૯ વર્ષના પ્રનોયે પાંચ વર્ષમાં પહેલી વખત ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો, જોકે તે એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલીસ્ટ સામે ટકી શક્યો નહતો અને ૪૮ મિનિટમાં હારી જતાં રનર્સઅપ બન્યો હતો.

આ પણ વાંચોઃ Mahamandaleshwar haricharan das ji: ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.