Raj kundra 1

Raj kundra case: 100 પોર્ન મૂવીઝ, કરોડોની કમાણી કરનારા રાજ કુંદ્રાના કેસમાં સામે આવ્યા ચોંકવનારા ખુલાસા, વાંચો સંપૂર્ણ અહેવાલ

Raj kundra case: કુંદ્રાએ પોલીસને જણાવ્યું કે, તેણે કદી કોઈ પોર્ન મૂવી નથી બનાવી. જોકે ક્રાઈમ બ્રાંચના કહેવા પ્રમાણે તેમના પાસે રાજ કુંદ્રા વિરૂદ્ધ પૂરતા પુરાવા છે

બોલિવુડ ડેસ્ક, 23 જુલાઇઃ Raj kundra case: બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મો બનાવવા મામલે મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં છે. આ સમગ્ર પોર્ન રેકેટને લઈને ગુરૂવારે અનેક ચોંકાવનારી જાણકારીઓ સામે આવી હતી. જાણવા મળ્યા મુજબ 1.5 વર્ષમાં રાજ કુંદ્રાએ 100થી વધારે પોર્ન મૂવીઝ બનાવી હતી અને તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી હતી. 

ક્રાઈમ બ્રાંચે અંધેરી વેસ્ટ ખાતે આવેલી રાજ કુંદ્રાની વિયાન ઓફિસ ખાતે દરોડો પાડ્યો હતો અને એજન્સીને ત્યાંથી ઘણો બધો ડેટા મળ્યો છે. એવું કહી શકાય કે આ ડેટા ટૈરાબાઈટમાં છે. એટલું જ નહીં, ઘણો બધો ડેટા તો ડિલીટ પણ કરવામાં આવેલો છે જેને ક્રાઈમ બ્રાંચ ફોરેન્સિક એક્સપર્ટની મદદથી રિકવર કરવામાં આવી રહ્યો છે. 

આ પણ વાંચોઃ Heavy rain in Maharashtra: મહારાષ્ટ્રમાં ‘મહાપૂર’- અહીં છેલ્લા 45 વર્ષોમાં સૌથી વધારે વરસાદ નોંધાયો, મહાબળેશ્વર ખાતે પર્યટકો પણ ફસાયા!

પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે રાજ કુંદ્રા(Raj kundra case) ઓગષ્ટ 2019થી અશ્લીલ ફિલ્મોના વેપારમાં લાગેલા હતા અને ત્યારથી અત્યાર સુધીમાં આશરે 100થી વધુ પોર્ન ફિલ્મો બનાવી હતી. ક્રાઈમ બ્રાંચના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે આ ફિલ્મો દ્વારા કુંદ્રાએ કરોડો રૂપિયાની કમાણી કરી હતી. 

જાણવા મળ્યા મુજબ જે એપ પર આ અશ્લીલ ફિલ્મો અપલોડ કરવામાં આવે છે તેના 20 લાખ જેટલા સબસ્ક્રાઈબર હતા અને આ કારણે જ કુંદ્રાને કરોડો રૂપિયાની કમાણી થતી હતી. ક્રાઈમ બ્રાંચના કહેવા પ્રમાણે કુંદ્રાએ વેબસાઈટના બદલે એપ એટલા માટે બનાવી હતી કે તેનો ઉપયોગ કરવો વધુ સરળ છે. તે સિવાય વેબસાઈટને બંધ પણ કરી શકાય પરંતુ એપ સાથે આવું નથી બનતું. 

ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે, કેટલીક મોડેલ્સ અને અભિનેત્રીઓ છે જે આ પ્રકારની ફિલ્મોમાં જ કામ કરે છે અને કુંદ્રા તેમનો ઉપયોગ કરે છે. 

આ પણ વાંચોઃ Pegasus Spyware: સેલફોન હેકીંગ બાબતે નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ મારફતે તપાસ કરાવવાની માંગણી કરતો રાષ્ટ્રપતિને પરેશ ધાનાણીએ લખ્યો પત્ર

આવા આરોપો લાગ્યા હોવા છતાં કુંદ્રા તપાસમાં સહયોગ નથી આપી રહ્યો. તે પોતાના પર લાગેલા આરોપો નકારી રહ્યો છે અને મોટા ભાગના સવાલોનો જવાબ જ નથી આપતો. કુંદ્રાએ પોલીસને જણાવ્યું કે, તેણે કદી કોઈ પોર્ન મૂવી નથી બનાવી. જોકે ક્રાઈમ બ્રાંચના કહેવા પ્રમાણે તેમના પાસે રાજ કુંદ્રા વિરૂદ્ધ પૂરતા પુરાવા છે. 

Whatsapp Join Banner Guj