woman reading hanuman chalisa on operation

woman reading hanuman chalisa on operation: મગજની ગાંઠની સર્જરી કરવામાં આવી, મહિલાએ હનુમાન ચાલીસા વાંચી- જુઓ વીડિયો

woman reading hanuman chalisa on operation: સર્જરી દરમિયાન મહિલા પણ હનુમાન ચાલીસાના પાઠ કરતી રહી.

નવી દિલ્હી, 23 જુલાઇઃ woman reading hanuman chalisa on operation: રાજધાની દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ના ન્યુરો સર્જરી ડિપાર્ટમેન્ટમાં એક મહિલાને સંપૂર્ણ રીતે બેભાન કર્યા વગર મગજની ગાંઠની સફળ સર્જરી કરવામાં આવી. સર્જરી દરમિયાન મહિલા પણ હનુમાન ચાલીસાના પાઠ કરતી રહી.

મગજની સર્જરી દર્દી અને ડોક્ટર બંને માટે એક ખૂબ જ જટિલ પ્રક્રિયા માનવામાં આવે છે. આવી કોઈ પણ શસ્ત્રક્રિયા દરમિયાન, ડોકટરો દ્વારા ઘણી તકેદારી પણ લેવામાં આવે છે જેથી દર્દીને કોઈ તકલીફ ન પડે અને તેને શસ્ત્રક્રિયા વિશે પણ ખબર ન હોય, પરંતુ હવે દિલ્હી એઈમ્સની ન્યુરો એનેસ્થેટિક ટીમ દ્વારા દર્દીને બેભાન કર્યા વિના જ બ્રેઇન સર્જરી કરીને કમાલ કરવામાં આવી છે, સર્જરીનું આશ્ચર્ય તે વાતનું છે કે સર્જરી દરમિયાન મહિલા દર્દી માત્ર સંપૂર્ણ સભાન જ રહી ન હતી, પરંતુ તે ઓપરેશન ટેબલ પર હનુમાન ચાલીસાનો પાઠ પણ(woman reading hanuman chalisa on operation) કરતી રહી.

આ પણ વાંચોઃ Raj kundra case: 100 પોર્ન મૂવીઝ, કરોડોની કમાણી કરનારા રાજ કુંદ્રાના કેસમાં સામે આવ્યા ચોંકવનારા ખુલાસા, વાંચો સંપૂર્ણ અહેવાલ

મળતી માહિતી મુજબ ગુરુવારે એમ્સમાં બે વેક ક્રેનિયોટોમી કરવામાં આવી. તેમાંથી એક 24-વર્ષની સ્કૂલની શિક્ષિકા હતી, જેના મગજની ડાબી બાજુ મગજની મોટી ગાંઠ (ગ્લિઓમા) હતી. જ્યારે ડોકટરો તેણીની ગાંઠને દૂર કરી રહ્યા હતા, ત્યારે તે હનુમાન ચાલીસાનાં પાઠ કરતી રહી. ઓપરેશન થિયેટરમાં હાજર કોઇ સભ્યએ તેનો વીડિયો બનાવ્યો.

આ પણ વાંચોઃ Heavy rain in Maharashtra: મહારાષ્ટ્રમાં ‘મહાપૂર’- અહીં છેલ્લા 45 વર્ષોમાં સૌથી વધારે વરસાદ નોંધાયો, મહાબળેશ્વર ખાતે પર્યટકો પણ ફસાયા!

સર્જરી પછી, તેણીએ તેના વાળ શેમ્પૂ કર્યા અને કોઈ પણ પ્રકારનાં ઘટનાક્રમથી અજાણ, ખચકાટ વિના હસતા મોઢે ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળી ગઇ.

Whatsapp Join Banner Guj