shilpa rajkundra

Shilpa Shetty interrogated: શિલ્પાને તેના પતિની તમામ માહિતી હતી; કુન્દ્રા પાસેથી ક્રિકેટ સટ્ટાબાજીના પુરાવા મળ્યા: પોલીસ

Shilpa Shetty interrogated: ક્રાઇમ બ્રાન્ચે તેના જુહુના બંગલોમાં પહોંચી હતી. અહીં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને સામસામે બેસાડીને પૂછપરછ કરી હતી.

મુંબઈ, ૨૬ જુલાઈ: Shilpa Shetty interrogated: મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપ હેઠળ બૉલિવુડ ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરી હતી. રાજ કુન્દ્રાની સતત ચાર દિવસ પૂછપરછ કર્યા બાદ શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચે તેના જુહુના બંગલોમાં પહોંચી હતી. અહીં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને સામસામે બેસાડીને પૂછપરછ કરી હતી.

આ પણ વાંચો…Surat Samrpan Gaurav Samaroh: સુરત ખાતે કારગીલ વિજય દિને સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ શિલ્પાને જૉઇન્ટ ઍકાઉન્ટમાં થયેલી લેવડદેવડના પ્રશ્નો પૂછ્યા (Shilpa Shetty interrogated) હતા અને ઘરમાં પણ શોધખોળ કરી હતી. શિલ્પાને આશરે 20થી 25 પ્રશ્નો પૂછ્યા હતા એમાંથી મોટા ભાગના ઇન્ટરનૅશનલ એક્સચેન્જના હતા. આ કપલનું જૉઇન્ટ ઍકાઉન્ટ નૅશનલાઇઝ્ડ બૅન્કમાં છે. એક અધિકારીએ નામ ના છાપવાની શરતે કહ્યું કે કપલના ઍકાઉન્ટમાં ફંડ વિદેશના ઘણા રૂટમાંથી આવ્યું છે. એની તપાસ કરવામાં આવી છે અને અમે ફોરેન્સિક એક્સપર્ટની મદદ પણ લઈ રહ્યા છીએ.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

તપાસમાં ખબર પડી છે કે શિલ્પાના ઍકાઉન્ટમાં એક મોટી રકમ આફ્રિકા અને લંડનથી ટ્રાન્સફર થઈ છે. આ વાતની જાણકારી આયકર વિભાગથી છુપાવી હતી. રાજ કુન્દ્રા પર ક્રિકેટ સટ્ટાબાજી સાથે જોડાયેલા પુરાવા પણ મળ્યા છે. શિલ્પાના ઍકાઉન્ટમાં પણ ઘણા રૂપિયા ટ્રાન્સફર થયા હતા. ઘણી વાર ક્રિકેટ બૅટિંગ દરમિયાન ઍક્ટ્રેસના બૅન્ક ઍકાઉન્ટનો ઉપયોગ થયો હતો.