Supreme court slams Ekta kapoor: સુપ્રીમ કોર્ટે એકતા કપૂર આપ્યો ઠપકો, લગાવ્યો આ આરોપ- વાંચો વિગત

Supreme court slams Ekta kapoor: સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે આ દેશની યુવાન પેઢીના મગજને દૂષિત કરી રહી છે. વેબ સીરીઝથી નારાજ આર્મીના પરિવારોએ એકતા કપૂર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી

નવી દિલ્હી, 15 ઓક્ટોબરઃ Supreme court slams Ekta kapoor: સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફિલ્મ નિર્માતા એકતા કપૂરની વેબ સીરીઝ ‘એક્સએક્સએક્સ’ની વાંધાજનક સામગ્રીને લઈને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે આ દેશની યુવાન પેઢીના મગજને દૂષિત કરી રહી છે. વેબ સીરીઝથી નારાજ આર્મીના પરિવારોએ એકતા કપૂર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. અદાલતે એકતા કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરી રહી હતી.

ઓટીટી પ્લેટફોર્મ ઓલ્ટ બાલાજી પર પ્રસારિત વેબ સીરીઝમાં સૈનિકોને કથિત રીતે અપમાન કરવા અને તેમના પરિવારોની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે તેમના વિરુદ્ધ જાહેર કરવામાં આવેલા ધરપકડ વોરંટને એકતા તરફથી પડકાર આપવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી ન્યાયમૂર્તિ અજય રસ્તોગી અને ન્યાયમૂર્તિ સીટી રવિ કુમારની પીઠ કરી રહી હતી.

આ પણ વાંચોઃ Attack on Indian student in Sydney: સિડનીમાં ભારતીય વિદ્યાર્થી પર છરી દ્વારા જીવલેણ હુમલો કર્યો, બહેને ટ્વિટ કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ- વાંચો વિગત

બે સભ્યોવાળી પીઠે સુનાવણી દરમિયાન એકતા કપૂરને ફટકાર લગાવતા કહ્યું કે, કંઈક તો કરવું જોઈએ. આપ આ દેશની યુવાન પેઢીના મગજને દૂષિત કરી રહી છો. આ કંટેટ દરેક માટે મળી રહી છે. ઓટીટી કંટેંટ બધા માટે છે. આપ લોકોને કેવા પ્રકારના વિકલ્પ આપી રહ્યા છો. તેનાથી વિપરીત આપ યુવાનોના મગજને પ્રદૂષિત કરી રહ્યા છો.

એકતા કપૂર તરફથી હાજર રહેલા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, પટના હાઈકોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરી હતી. પણ આ વાતની કોઈ આશા નહોતી કે, આ મામલાને જલ્દી સુનાવણી માટે સૂચીબદ્ધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, વડી અદાલતે પહેલા પણ આ પ્રકારના કેસોમાં કપૂરને સંરક્ષણ આપ્યું હતું. રોહતગીએ કહ્યું કે, વેબ સિરીઝને સબ્સક્રિપ્શન બાદ જ જોઈ શકાય છે અને આપણા દેશમાં પસંદગીનું જોવાની સ્વતંત્રતા છે.

તેના પર કોર્ટે પૂછ્યું કે, લોકોને કેવા પ્રકારના વિકલ્પ આપવામાં આવી રહ્યા છે.પીઠે મુકુલ રોહતગીના શિખામણ આપતા કહ્યું કે, દર વખતે જ્યારે આપ કોર્ટમાં આવો છો, અમે તેના વખાણી શકીએ નહીં. અમે આવા પ્રકારની અરજી દાખલ કરવા માટે આપ પર એક અંકુશ લગાવીશું.

આ પણ વાંચોઃ Jio recharge plans with OTT benefit: Jio એ આપ્યો ગ્રાહકોને ઝટકો, 5G શરૂ થતાં જ બંધ કર્યા આ 12 રિચાર્જ પ્લાન- ગ્રાહકોને મોટું નુકસાન

Gujarati banner 01