Attack on Indian student in Sydney

Attack on Indian student in Sydney: સિડનીમાં ભારતીય વિદ્યાર્થી પર છરી દ્વારા જીવલેણ હુમલો કર્યો, બહેને ટ્વિટ કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ- વાંચો વિગત

Attack on Indian student in Sydney: બહેને ટ્વિટ કરી સરકાર પાસે ભાઇની સારવાર અને દેખરેખ કરવા માટે ઇમરજન્સી વિઝાની માંગ કરી

નવી દિલ્હી, 15 ઓક્ટોબરઃ Attack on Indian student in Sydney: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં UPના આગ્રા મૂળના 28 વર્ષીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મોડી રાત્રે રસ્તા પર જઈ રહ્યો હતો એ દરમિયાન હુમલાખોરે તેના પર છરીના 11 જેટલા ઘા મારીને હુમલો કર્યો હતો. વિદ્યાર્થીની હાલત હજુ પણ નાજુક છે. તેના ચહેરા, છાતી અને પેટ પર ગંભીર ઘા છે.

પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ તેનાં માતા-પિતા હજુ પણ ઓસ્ટ્રેલિયા જવા માટે વિઝા મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે પણ મદદ માગી છે.

ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુભમ 6 ઓક્ટોબરે રાત્રે લગભગ 10.30 વાગ્યે રસ્તા પર જઈ રહ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિએ તેની સાથે અથડાયો અને છરી બતાવીને પૈસા માગ્યા. જ્યારે શુભમે ઇનકાર કર્યો, ત્યારે હુમલાખોર છરીના અનેક ઘા માર્યા બાદ શુભમને લોહીનાં ખાબોચિયાંમાં લથપથ છોડીને નાસી ગયો હતો.

આ પણ વાંચોઃ Jio recharge plans with OTT benefit: Jio એ આપ્યો ગ્રાહકોને ઝટકો, 5G શરૂ થતાં જ બંધ કર્યા આ 12 રિચાર્જ પ્લાન- ગ્રાહકોને મોટું નુકસાન

શુભમને અનેક સર્જરીની જરૂર છે. તેની બહેન કાવ્યા ગર્ગે ટ્વીટ કરીને ભારત સરકાર સમક્ષ ઈમર્જન્સી વિઝા સાથે પરિવારને મદદ કરવાની અપીલ કરી છે. બુધવારે પીએમઓ, વિદેશમંત્રી એસ. જયશંકર અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને ટૅગ કરીને કાવ્યાએ ટ્વીટ કર્યું, “યુપીના 28 વર્ષના મારા ભાઈ શુભમ ગર્ગને ઓસ્ટ્રેલિયાના સિડનીમાં છરીના 11 ઘા મારીને નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. તેની હાલત ગંભીર છે. અમે તેના માટે આ બાબતમાં તમારી તાત્કાલિક મદદ અને પરિવારના સભ્યોને તેની સંભાળ માટે ઈમર્જન્સી વિઝા જોઈએ છે.”

કાવ્યાએ ગુરુવારે પણ ટ્વીટ કર્યું, “મારા ભાઈનાં ઘણાં ઓપરેશન થઈ રહ્યાં છે અને ડૉક્ટરે કહ્યું હતું કે શરીરમાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે તાત્કાલિક મદદ માટે વિનંતી કરું છું.” પરિવારની અપીલ બાદ સરકાર એક્શનમાં આવી છે.

ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનના પ્રવક્તાએ કહ્યું, “સિડનીમાં ભારતીય દૂતાવાસે પરિવારને સહાય પૂરી પાડી છે. ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન પરિવારના સભ્ય માટે વિઝાની સુવિધા આપવામાં મદદ કરી રહ્યું છે.”

આ પણ વાંચોઃ Amul Milk Price hike: મોંઘવારીનો માર યથાવત, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો

Gujarati banner 01