vivek

લોકપ્રિય તમિલ એક્ટર(Tamil actor Vivek) વિવેકે ચેન્નઇની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, ઇન્ડસ્ટ્રીમાં શોક મગ્ન

બોલિવુડ ડેસ્ક, 17 એપ્રિલઃ લોકપ્રિય તમિલ એક્ટર વિવેકનું (Tamil actor Vivek) શનિવારે સવારે ચેન્નાઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. વિવેકના મૃત્યુના કિસ્સામાં હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં એવી માહિતી આપવામાં આવી છે કે એક્ટરનું સવારના 4:30 વાગ્યે અવસાન થયું હતું. એક દિવસ અગાઉ શુક્રવારે તેમને છાતીમાં દુખાવો થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિવેકના નિધનના સમાચારથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વિવેક(Tamil actor Vivek)ની વાત કરીએ તો, પદ્મ શ્રી એવોર્ડ વિવેકે રજનીકાંત, વિજય અને અજિત કુમાર સહિત અનેક મોટી તમિલ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તે કેટલીક ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે પણ દેખાઈ ચૂક્યા છે અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં પણ સક્રિય રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે શુક્રવારે વિવેક(Tamil actor Vivek) બેભાન થવાને કારણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ થયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે 59 વર્ષીય હાસ્ય કલાકાર વિવેકે (Tamil actor Vivek) ગુરુવારે કોવિડ-19 ની વેક્સીન લીધી હતી.

Whatsapp Join Banner Guj

સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, હાર્ટની નસમાં 100 ટકા બ્લોક થવાને કારણે લોકપ્રિય તમિલ એક્ટરને હાર્ટ એટેક આવ્યો અને તેમની સ્થિતિ નાજુક બની હતી. તેમની સારવાર કરતા ડોક્ટરોએ કહ્યું કે તેમને એક્સ્ટ્રાકોરપોરલ મેમ્બ્રેન ઓક્સીજિનેશન (ઈસીએમઓ) પર રાખવામાં આવ્યા છે જેનાથી એક કૃત્રિમ ફેફસામાંથી લોહીની નળીઓમાં લોહીનું સંચાર થઈ શકે. ઇસીએમઓ દર્દીના શરીરના બહારથી હૃદય અને ફેફસાનું કામ કરે છે. હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ ડો.રાજુ શિવાસેમીએ જણાવ્યું હતું કે 59 વર્ષીય હાસ્ય એક્ટરની તબિયત પર આગામી 24 કલાક દેખરેખ રાખવામાં આવશે અને તેની અચાનક કથળી રહેલી તંદુરસ્તીનો ગુરુવારે તેમને અપાયેલી કોવેક્સીન રસી સાથે કોઈ સંબંધ નથી.

નોંધનીય છે કે, અભિનેતાને ગુરુવારે ઓમાંડુરાર સરકારી હોસ્પિટલમાં વેક્સીન લીધી હતી. ગઈકાલે ત્યાં 830 થી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી હતી. વિવેક(Tamil actor Vivek)ને તેના પરિવારના સભ્યો દ્વારા સવારે 11 વાગ્યે બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તરત જ એડમિટ કર્યા બાદ એન્જીયોપ્લાસ્ટી અને સ્ટેન્ડ નાખવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી કેમ કે, હાર્ટની એક નસ સંપૂર્ણ બ્લોક હતી.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

મહાકુંભમાં કોરોનાનું સંક્રમણ વધતા વડાપ્રધાન મોદી(PM Narendra Modi)એ કરી આ અપીલ, સ્વામી અવધેશાનંદ ગિરીએ આપ્યું સમર્થન..!