પ્લેન ક્રેશમાં ‘tarzan’ સ્ટાર જો લારા અને તેની પત્ની સહિત 7 લોકોનાં મૃત્યુ થયું, જાણો વિગત

મનોરંજન ડેસ્ક, 31 મેઃ ‘ટાર્ઝન: ધ એપિક એડવેન્ચર્સ’માં ટાર્ઝન(tarzan)નો રોલ પ્લે કરનારા જો લારાએ દુનિયાને અલવિદા કહ્યું છે. 58 વર્ષીય અમેરિકન એક્ટર જો લારા અને તેની 66 વર્ષીય પત્ની ગ્વેન શમ્બિલન લારા સહિત પ્લેનમાં સવાર 7 લોકોનું અવસાન થયું છે. અમેરિકાના નેશવિલ શહેરમાં એક તળાવ પાસે તેમનું પ્લેન ક્રેશ થયું હતું. સ્થાનિક અધિકારીઓએ દરેકના મૃત્યુની સંભાવના વ્યક્ત કરી છે.

રદરફોર્ડ કાઉન્ટી ફાયર એન્ડ રેસ્ક્યુ(RCFR)એ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું, એક નાનું બિઝનેસ જેટ શનિવારે સવારે 11 વાગ્યે ક્રેશ થયું. આ વિમાને ફ્લોરિડાના પામ બીચ માટે ઉડાન ભરી હતી પણ ત્યાં પહોંચે તે પહેલાં વિમાન પેરસી પ્રાઈસ્ટ લેકમાં ક્રેશ થયું. આ સાઉથ નેશવિલથી આશરે 12KM દૂર આવેલું છે. ન્યૂઝ એજન્સીનાં રિપોર્ટ પ્રમાણે, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને વિમાનમાં 7 લોકો હોવાની જાણકારી આપી છે.

tarzan

RCFRના કમાન્ડરના જણાવ્યા પ્રમાણે, ઘટનાની જાણકારી મળ્યા પછીથી સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું હતું. હાલ અમને કોઈ જીવિત હોવાની આશા નથી. એરક્રાફ્ટનો કાટમાળ મળ્યો છે. આ દરમિયાન અમુક બોડીના ટુકડા પણ મળ્યા છે. મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું. સોમવારે સવારે ફરીથી શોધખોળ ચાલુ કરી છે.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, જો લારાએ વર્ષ 1989માં આવેલી ટાર્ઝન ઈન મેનહેટનમાં ટાર્ઝન(tarzan)નો રોલ પ્લે કર્યો હતો. એ પછી તેમણે 1996થી 1997 દરમિયાન ટીવી સિરીઝ ‘ટાર્ઝન: ધ એપિક એડવેન્ચર્સ’માં કામ કર્યું હતું. 2018માં ગ્વેન સાથે લગ્ન કર્યાં હતા. ગ્લેન ક્રિશ્ચિયન વેટ લૂઝ ગ્રુપની લીડર હતી. આ કપલને ત્રણ બાળકો છે.

આ પણ વાંચો….

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ(Central Vista project) પર રોક લગાવવાનો હાઇકોર્ટે કર્યો ઈનકાર, અરજદારને જ ફરમાવી દીધો આટલા લાખ રૂપિયાનો દંડ, વાંચો શું છે મામલો