ATS arrest

અમદાવાદના જુહાપુરાના કુખ્યાત શખ્સ અઝહર કીટલી(azahar kitli)ની ભરુચમાંથી ATSની ટીમે ધરપકડ કરી, વાંચો શું છે મામલો..!

  • મુંબઇ ગેંગસ્ટર મનિયા સુરવેના વહેમમાં ફરતો હતો અઝહર કીટલી(azahar kitli)
  • ડોન અને ભાઈગિરીની દુનિયામાં પોતાનું એક નામ બનાવવા માંગતો અઝહર કીટલી
  • અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ઉપર પણ હુમલો કરી ચુક્યો છે

અમદાવાદ, 31 મેઃ અમદાવાદના જુહાપુરાના કુખ્યાત શખ્સ અઝહર કીટલી(azahar kitli)ની ભરુચમાંથી એટીએસની ટીમે ધરપકડ કરી છે.અઝહર શેખ ઉર્ફે અઝહર કીટલી જુહાપુરામાં ફાયરિંગ અને હત્યાના ગુનામાં વોન્ટેડ હતો.અઝહર કીટલી કોઇ મોટી ઘટનાને અંજામ આપવાનો હોવાની બાતમી માળતા ATS સક્રિય થઇ હતી.અને તેને ઝડપી પાડ્યો.

આરોપી ભરૂચમાં બંગલો રાખી રહેતો હતો અને ગુનાઓને અંજામ આપતો હોવાનું સામે આવ્યું છે. આરોપી પાસે થી 1 તમંચા, 1 પીસ્ટલ અને કાર્ટુસ પણ મળી આવ્યા છે. Atsની ગિરફતમાં આવેલો આ આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસને ચકમો આપી ફરાર હતો પરંતુ ગુજરાત atsએ બાતમીના આધારે તેની ધરપકડ કરી લીધી છે.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, આરોપી સિમ વગરનું મોબાઈલ ઉપયોગ કરતો હતો. આરોપી(azahar kitli)એ પોતાના ભાઈ સાથે મળી એક ગેંગ બનાવી હતી અને જે ગેંગ લોકોને ધમકાવીને ખંડણી વસુલ કરવાનું કામ કરતી હતી. વેજલપુરના 3થી વધુ ગુનામાં આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે, જેમાં મારામારી, ધમકી અને ફાયરિંગ જેવા ગુનાઓ સામેલ છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી(azahar kitli) અત્યાર સુધીમાં 25થી વધુ ગુનાઓને અંજામ આપી ચુક્યો છે અને જેમાં અનેક ગુનાઓમાં તેની ધરપકડ કરવામાં આવી છે, તો કેટલાક ગુનાઓમાં તે ફરાર હતો. આરોપી પોલીસ ઉપર હુમલો કરવાના ટેવ વાળો છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, થોડા સમય પહેલા આરોપીએ પોતાના સાગરીતો સાથે મળી સાતેજમાં 1.5 કરોડની લૂંટ કરી હતી અને સાથે સાથ વેજલપુરમાં એક ફરિયાદી એ તેના વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી તો તેને પણ ફરિયાદ પાછી લેવા ની ધમકી આપી 50 લાખની માંગણી કરી હતી.

ADVT Dental Titanium

પ્રાથમિક પૂછપરછમાં અઝહર કીટલી(azahar kitli)એ એક મોટી લૂંટ કર્યાની પણ કબુલાત કરી છે.જોકે લૂંટને લઈને હજુ સુધી ફરિયાદીએ ફરિયાદ નોંધાવી નથી.અઝહર કીટલી મુંબઈના ગેંગસ્ટર મનિયા સુર્વેના વહેમમા ફરતો હતો. તે ડોન અને ભાઈગીરીની દુનિયામાં પોતાનું એક નામ બનાવવા માંગતો હતો.તે વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર પણ હુમલો કરી ચુક્યો છે.ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર પણ હુમલો કરી ચુક્યો છે.

આ પણ વાંચો….

પ્લેન ક્રેશમાં ‘tarzan’ સ્ટાર જો લારા અને તેની પત્ની સહિત 7 લોકોનાં મૃત્યુ થયું, જાણો વિગત