Munawwar Rana

Theft in House of Munawwar Rana: મુનવ્વર રાણાના ઘરમાં થઈ ચોરી, પોલીસ લાગી તપાસમાં…

Theft in House of Munawwar Rana: શાયર મુનવ્વર રાણાના ઘરમાંથી 40 લાખ રુપિયાના દાગીનાની ચોરી થઈ

મનોરંજન ડેસ્ક, 07 ઓગસ્ટઃ Theft in House of Munawwar Rana: પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાના ઘરમાંથી 40 લાખ રૂપિયાની ચોરી થઈ છે. જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મુનવ્વર રાણા હોસ્પિટલમાં દાખલ છે ત્યારે ચોરોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પરિવારના સભ્યો તેમની સારવાર માટે હોસ્પિટલમાં છે. જેનો લાભ લઈને ચોરોએ ઘરમાં ઘુસ્યા હતા.

મળતી માહિતી મુજબ, શાયર મુનવ્વર રાણા લખનઉના હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એફઆઈ ઢીંગરા એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહે છે. આ સમયે તેની તબિયત ખરાબ છે. જેના કારણે તે પીજીઆઈમાં દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચોરાયેલા દાગીના તેમની પુત્રી ફૌઝિયાના

આરોપ છે કે ઘરમાં રાખેલા લગભગ 40 લાખ રૂપિયાના દાગીના ચોરો ચોરી ગયા છે આ મામલામાં પોલીસે ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી છે અને ચોરોને શોધી રહી છે. ચોરાયેલા દાગીના તેમની પુત્રી ફૌઝિયાના હતા. તેણે તેને બેગમાં ભરીને સ્ટોર રૂમમાં રાખ્યા હતા.

ચોરોની શોધ ચાલુ

આ મામલે DCPનું કહેવું છે કે ચોરીની ફરિયાદના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ અને લોકોની પૂછપરછના આધારે ચોરોની શોધ કરવામાં આવી રહી છે.

લાંબા સમયથી બીમાર

મુનવ્વર રાણાની તબિયત ઘણા સમયથી સારી નથી. મે મહિનામાં પણ તેમની તબિયત લથડી હતી. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે પણ તેમની તબિયત બગડી હતી. આ પછી તેમને લખનઉના SGPGIમાં દાખલ કરવામાં આવ્યો.

મળતી માહિતી મુજબ શાયર મુનવ્વર રાણા કિડનીની સમસ્યાના કારણે ડાયાલિસિસ કરાવી રહ્યા છે. અગાઉ દિલ્હીમાં પણ તેમની સારવાર થઈ હતી. તેઓ પ્રખ્યાત શાયર અને કવિ છે. તેમને ઉર્દુ સાહિત્ય માટે 2014નો સાહિત્ય એકેડમી પુરસ્કાર અને 2021માં શહીદ શોધ સંસ્થાન દ્વારા માટી રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે વધતી અસહિષ્ણુતાના કારણે તેમને કોઈ પણ સરકારી પુરસ્કાર ન લેવાની કસમ ખાધી હતી

આ પણ વાંચો… Ram Mandir News: આ મહિનામાં સ્થાપિત થશે ભગવાન રામની પ્રતિમા; વડાપ્રધાન મોદીને મોકલાશે આમંત્રણ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો