raghav patel

New ministers took charge: નવા બનેલા મંત્રીઓએ એકાએક ચાર્જ સંભાળ્યો- વાંચો વિગત

New ministers took charge: રાઘવજી પટેલે પદભાર સંભાળ્યા બાદ કહ્યુ હતુ કે, રાજયના કૃષિકારો, પશુપાલકો અને પાજરાપોળના ટ્રસ્ટીઓ માટે સદાય હકારાત્મક અભિગમ થકી સંને સહાયરૂપ થવા પ્રયત્નશીલ રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો

ગાંધીનગર, 18 સપ્ટેમ્બરઃNew ministers took charge: ગાંધીનગરમાં બે દિવસ પહેલા શપથવિધિ બાદ આજે મંત્રીઓ એકપછી એક ચાર્જ સંભાળી રહ્યા છે. એ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આચાર્ય કૌશલેન્દ્ર મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.

ગાંધીનગરમાં નવા મંત્રીઓની શપથવિધિ બાદ આજે વિધિવત્ એક પછી એક પ્રધાનો પોતાનો ચાર્જ સંભાળી રહ્યા છે. ત્યારે રાજ્યનાં નવા શિક્ષણપ્રધાન તરીકે જિતુ વાઘાણીએ કાર્યભાર સંભાળ્યો હતો. વાઘાણીનું પરિવારજનોએ અને શુભેચ્છકોએ મોં મીઠું કરાવી શુભકામના પાઠવી હતી. પૂર્વ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે જિતુ વાઘાણી પોતાની ચેમ્બરમાં પહોંચ્યા હતા. ત્યાં હાજર સ્ટાફે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચોઃ Bambusetum એટલે શું જાણો છો? તેનો અર્થ થાય છે એક જૂથમાં ઉછેરવામાં આવેલા વિવિધ પ્રજાતિના વાંસ અને તેના અભ્યાસ સાથે સંકળાયેલી જગ્યા.

પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે આજે સ્વર્ણિમ સંકુલ-૧ ગાધીનગર ખાતે વિધિવત પદભાર(New ministers took charge) સંભાળ્યો છે.આજે પૂજન અર્ચન કરીને વિધિવત પ્રવેશ કર્યો છે આ વેળાએ તેમના સમર્થકો સહિત અધિકારીઓ એ ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી.

મંત્રી પટેલે પદભાર(New ministers took charge) સંભાળ્યા બાદ કહ્યુ હતુ કે, રાજયના કૃષિકારો, પશુપાલકો અને પાજરાપોળના ટ્રસ્ટીઓ માટે સદાય હકારાત્મક અભિગમ થકી સંને સહાયરૂપ થવા પ્રયત્નશીલ રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

Whatsapp Join Banner Guj