nationalherald 2018 02 187c7a1e 85e9 459a acb7 a5a4d354b17f adani fails

Asia richest Man: ગૌતમ અદાણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયાના સૌથી અમીર વ્યક્તિની યાદીમાં સામેલ

Asia richest Man: ગૌતમ અદાણી સફળતાની નવી ગાથા લખીને વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા

બિઝેનસ ડેસ્ક, 30 ઓગષ્ટઃ Asia richest Man: ગૌતમ અદાણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. હવે તે સફળતાની નવી ગાથા લખીને વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની સંપત્તિ વધીને $137 બિલિયન થઈ ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં $60.9 બિલિયનનો વધારો થયો છે.

મોદી સરકાર આવી તે પહેલા માત્ર 5.10 અબજ ડોલરની સંપત્તિ હતી. બ્લૂમબર્ગ અનુસાર, 30 માર્ચ, 2014ના રોજ ગૌતમ અદાણી પાસે માત્ર $5.10 બિલિયનની સંપત્તિ હતી. અદાણીની સંપત્તિમાં ઉછાળો, જે 16 જાન્યુઆરી 2020ના રોજ 11 બિલિયન ડોલરે પહોંચ્યો હતો, તે જૂન 2020થી આવવા લાગ્યો હતો. 

9 જૂન, 2021 સુધીમાં તેમની સંપત્તિ લગભગ 7 ગણી વધીને $76.7 બિલિયન થઈ ગઈ હતી. આ પછી તેની સંપત્તિને પાંખો મળી. 29 એપ્રિલ 2022 ના રોજ, તેણે $122 બિલિયનનું સીમાચિહ્ન હાંસલ કર્યું અને હવે તે $137 બિલિયન પર છે.

આ પણ વાંચોઃ Illegal ticket case: રાજકોટ ડીવીઝનની RPF ટીમે રેલવે ટીકીટના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલી ટોળકીનો પર્દાફાશ કર્યો

આ પણ વાંચોઃ kutch car accident: નખત્રાણાથી માંડવી દવાખાને જતા પરિવારનો અકસ્માત, 4નાં મોત- 2ની હાલત ગંભીર

Gujarati banner 01