Supreme court gujarat riots closes case: સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણ સાથે જોડાયેલા તમામ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો- વાંચો વિગત

Supreme court gujarat riots closes case: કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોના 9 માંથી 8 કેસમાં ટ્રાયલ પુરી થઇ ગઇ

અમદાવાદ, 30 ઓગષ્ટ:Supreme court gujarat riots closes case: સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લેતાં બાબરી મસ્જિદ વિધ્વંસ અને ગુજરાત રમખાણો સાથે જોડાયેલા કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોને લઇને દાખલ કરવામાં આવેલી અરજીઓનો હવે કોઇ અર્થ નથી. એવામાં તેમના પર કાર્યવાહીને બંધ કરવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોના 9 માંથી 8 કેસમાં ટ્રાયલ પુરી થઇ ગઇ છે. આ ઉપરાંત કોર્ટે બાબરી વિધ્વંસ સાથે જોડાયેલા તિરસ્કારના કેસોને બંધ કરવાનો આદેશ આપ્યો છે. 

જોકે સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં એડવોકેટ પ્રશાંત ભૂષણ અને પત્રકાર તરૂણ તેજપાલ વિરૂદ્ધ તિરસ્કારની અવગણનાની કાર્યવાહીને બંધ કરવાનો આદેશ આપ્યો છે. બંનેએ આ મામલે માફી માંગી લીધી છે. જોકે પ્રશાંત ભૂષણે 2009 માં એક ઇન્ટરવ્યૂમાં પૂર્વ અને હાલના જજો પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Asia richest Man: ગૌતમ અદાણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયાના સૌથી અમીર વ્યક્તિની યાદીમાં સામેલ

આ કેસની પેરવી કરતાં કપિલ સિબ્બલે કહ્યું કે પ્રશાંત ભૂષણ અને તરૂણ તેજપાલે માફી માંગી લીધી છે. એટલા માટે બંને વિરૂદ્ધ કેસને બંધ કરવામાં આવે છે. તેમની આ માંગને જસ્ટિસ ઇન્દીરા બેનર્જી, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશની બેંચએ સ્વિકાર કરી લીધો છે. 

પ્રશાંત ભૂષણ અને તરૂણ તેજપાલને નવેમ્બર 2009 માં નોટીસ જાહેર કરવામં આવી હતી. પ્રશાંત ભૂષણે તેના પર સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે ‘મે તહેલકાને 2009 માં જે ઇન્ટરવ્યું આપ્યો હતો, તેમાં કરપ્શન શબ્દ કોઇ વિશેષ વસ્તુ માટે કરવામાં આવ્યો ન હતો. આ વાત મે વ્યાપક સંદર્ભમાં કહી હતી. તેનો સંબંધ નાણાકીય ભ્રષ્ટાચાર સાથે નથી. જો કોઇ જજ અથવા પછી તેમના પરિવારને તેનાથી દુખ પહોંચ્યું હોય તો માફી માંગુ છું. ‘પ્રશાંત ભૂષણે ઓગસ્ટ 2020 માં પોતાના નિવેદન પર માફી માંગી હતી.

આ પણ વાંચોઃ Illegal ticket case: રાજકોટ ડીવીઝનની RPF ટીમે રેલવે ટીકીટના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલી ટોળકીનો પર્દાફાશ કર્યો

Gujarati banner 01