ATM without cash: નવો નિયમ, જો હવે એટીએમ કેશ વગરના હશે તો RBI બેન્કોને દંડ ફટકારશે- વાંચો વિગત

ATM without cash: નવા ધોરણને કારણે બેન્કો તથા વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટરો એટીએમ્સમાં કેશ જળવાઈ રહે તેની ખાતરી રાખશે

નવી દિલ્હી, 12 ઓગષ્ટ: ATM without cash: દરેક બેન્કો તથા વ્હાઈટ લેબલ ઓટોમેટેડ ટેલર મસીન (એટીએમ) ઓપરેટરોને એટીએમમાં નાણાં જાળવી રાખવા રિઝર્વ બેન્ક દ્વારા સૂચના આપવામાં  આવી છે. એક મહિનામાં દસ કલાકથી વધુ સમય માટે કોઈ એટીએમમાં નાણાં નહીં હોવાનું જણાશે તો તે માટે રિઝર્વ બેન્ક દંડ ફટકારશે. 

1લી ઓકટોબરથી લાગુ થનારા આ નવા ધોરણ હેઠળ  પ્રતિ એટીએમ રૂપિયા દસ હજારની પેનલ્ટી લાગુ કરાશે. એટીએમમાં કેશ છે કે નહીં તેની ખાતરી રાખવામાં નિષ્ફળ જનારી બેન્કોએ રિઝર્વ બેન્કને દંડ ચૂકવવાનો રહેશે, એમ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું હતું. 

આ પણ વાંચોઃ Corona case: અમેરિકામાં એક અઠવાડિયામાં 94 હજાર બાળકોને કોરોના સંક્રમિત, તો કેનેડાએ ભારતથી આવતી સીધી ફલાઇટ પરનો પ્રતિબંધ લંબાવ્યો

કેશ વગર એટીએમ્સ કેટલો સમય ખાલી રહ્યા છે, તેની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી અને એટીએમ્સમાં નાણાંના અભાવે ગ્રાહકોએ અસગવડતા ભોગવવી પડતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આ હકીકતને ધ્યાનમાં રાખી નવું ધોરણ લાગુ કરવામાં આવી રહ્યું છે, એમ રિઝર્વ બેન્કે જણાવ્યું હતું. આ નવા ધોરણને કારણે બેન્કો તથા વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટરો એટીએમ્સમાં કેશ જળવાઈ રહે તેની ખાતરી રાખશે, એમ પણ આરબીઆઈએ વધુમાં જણાવ્યું હતું અને ધોરણનું પાલન  નહીં કરવાની બાબતને ગંભીરતાથી લેવાશે.

Whatsapp Join Banner Guj