atm

મહત્વની જાણકારીઃ RBIએ ATM ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં થયા આ ફેરફાર, હવે ATMમાંથી પૈસા ઉપાડવા ચુકવવો પડશે વધુ ચાર્જ, વાંચો વિગત

બિઝનેસ ડેસ્ક, 11 જૂનઃATM: હાલ ATM દરેક વ્યક્તિની જરુરિયાત બની ગયુ છે. મોટાભાગના લોકો ATMનો ઉપયોગ કરે છે. તમે પણ તેમાંથી એક છો તો ખાસ જાણી લો કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લગભગ નવ વર્ષ પછી એટીએમ(ATM) ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે.  

ATM

આઇબીઆઈએ તમામ બેન્કોને ATM ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેંજ ફીમાં વધારો કરવાની મંજૂરી પણ આપી છે.તમામ કેન્દ્રો પરના દરેક ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે હવે 15 રૂપિયાને બદલે 17 રૂપિયા ઇન્ટરચેંજ ફી તરીકે ભરવાના રહેશે.  નોન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે 5 રૂપિયાને બદલે 6 રૂપિયા ચૂકવવા પડશે. આ વ્યવસ્થા 1 ઓગસ્ટ 2021 થી અમલમાં આવશે.

જો કે, ગ્રાહકો તેમની બેંકના ATMથી મહિનામાં 5 નિશુલ્ક ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ સિવાય તે મેટ્રો શહેરોમાં અન્ય બેંકના એટીએમથી 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 વખત મફત ટ્રાંઝેક્શન પણ કરી શકશે.

આ પણ વાંચો…

G-7 Summitપહેલા લીક દસ્તાવેજોમાં દાવોઃ આ દેશ કોરોનાની ઉત્પતિની તપાસ વિશે ઉઠાવશે માંગ, PM મોદીને બ્રિટનના સ્પેશ્યલ ગેસ્ટના રૂપમાં મળ્યું આમંત્રણ

ATM