cc83f90783df4083b91c06861efe61cc

G-7 Summitપહેલા લીક દસ્તાવેજોમાં દાવોઃ આ દેશ કોરોનાની ઉત્પતિની તપાસ વિશે ઉઠાવશે માંગ, PM મોદીને બ્રિટનના સ્પેશ્યલ ગેસ્ટના રૂપમાં મળ્યું આમંત્રણ

નવી દિલ્હી, 11 જૂનઃ આજથી એટલે કે 11 જૂનથી બ્રિટનના કાર્નિવાલમાં G-7 સમિટ(G-7 Summit) યોજાનાર છે. સમિટની શરૂઆત પહેલા મીટિંગ માટે બનાવવામાં આવેલ સરકારી ડ્રાફ્ટ લીક થયાના સમાચાર છે. લીક થયેલા ડ્રાફ્ટ મુજબ આ મીટિંગમાં ચીનની મુશ્કેલીઓ વધવાની છે.

લીક થયેલા ડ્રાફ્ટ મુજબ G-7 સમિટ(G-7 Summit)માં ભાગ લેનારા નેતાઓ World Health Organization (WHO) ની સામે કોરોના વાયરસની ઉત્પત્તિને લઈને પારદર્શી તપાસની માંગ ઉઠાવશે.

Whatsapp Join Banner Guj


G-7(G-7 Summit)માં સામેલ – કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને યુએસના નેતાઓ બ્રિટનમાં એક જગ્યાએ ભેગા થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ બ્રિટનના સ્પેશ્યલ ગેસ્ટના રૂપમાં આ સમિટમાં ભાગ લેવાનુ આમંત્રણ મળ્યુ છે. પણ મહામારીને કારણે તેમની યાત્રા હાલ રદ્દ કરવામાં આવી છે.

જો કે 12 અને 13 જૂને પ્રધાનમંત્રી વર્ચુઅલી સમિટમાં ભાગ લેશે. જે દસ્તાવેજ લીક થયો છે તેના આધાર પર ન્યૂઝ એજન્સી અનુસાર, કે જી-7 (G-7 Summit)ના નેતા આ સમિટ દરમિયાન કોરોના વાયરસ બિલકુલ નવા અને પારદર્શી રિસર્ચ કરવાની માંગ કરશે.

આ પણ વાંચો….

આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય: રાજ્યના નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં ૧૩૦ ટકાનો માતબર વધારો, ૨૦૦૦ સ્ટાફ નર્સો(Nurse)ની ભરતી કરાશે

ADVT Dental Titanium