Central government strictness on flour

Central government strictness on flour export: ઘઉં બાદ ઘઉંના લોટના નિકાસ પર કેન્દ્ર સરકારનું કડક વલણ- વાંચો શું છે મામલો?

Central government strictness on flour export: સરકારે ઘઉંના લોટની નિકાસ માટે તમામ નિકાસકારોએ હવે ઇન્ટર મિનિસ્ટ્રિયલ કમિટી ઓન વ્હિટ એક્સપોર્ટ્સ પાસેથી પૂર્વ મંજૂરી લેવી પડશે

નવી દિલ્હી, 07 જુલાઇ: Central government strictness on flour export: ઘઉંની નિકાસ પર પ્રતિબંદ મૂકાયા બાદ હવે ભારત સરકારે ઘઉંના લોટ અને તેના જેવી અન્ય પ્રોડક્ટો નિકાસ પર પણ કડક અંકુશો લાદ્યા છે. સરકારે ઘઉંના લોટની નિકાસ માટે તમામ નિકાસકારોએ હવે ઇન્ટર મિનિસ્ટ્રિયલ કમિટી ઓન વ્હિટ એક્સપોર્ટ્સ પાસેથી પૂર્વ મંજૂરી લેવી પડશે. 

એટલે કે સરકારે ઘઉંના લોટ, મેંદા, સોજીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી પરંતુ તેની કમિટી પાસેથી પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનાવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ બુધવારે એક જારી કરેલા નોટિફિકેશન મુજબ આ નવા અંકુશો 12મી જુલાઇથી લાગુ થશે.

આ પણ વાંચોઃ About the facility of election card: હવે ફોટા સાથેના મતદાર ઓળખ પત્રની ઘેરબેઠાં મળી રહે તેવી સુવિધા- વાંચો વિગત

6 જુલાઇ કે તેની પહેલા લોડ કરાયેલી શિપમેન્ટ કે 12 જુલાઇની પહેલા કસ્ટમ પાસે સબમિટ કરાયેલા કન્સાઇમેન્ટની નિકાસને મંજૂરી આપવામાં આવશે. 

ઘઉંની નિકાસ પર પ્રતિબંધ બાદ નિકાસકારો હવે ઘઉંના લોટની મોટા પ્રમાણમાં નિકાસ કરી રહ્યા હોવાના અહેવાલો મળ્યા છે. ઘઉંના લોટનો મોટો જથ્થો વિદેશમાં મોકલવામાં આવી રહ્યો હોવાથી સ્થાનિક બજારમાં તેના ભાવ વધ્યા છે.

આ પણ વાંચોઃ The first meeting of the Apex Committee: કેન્દ્રીય નાણાં,ઉદ્યોગ અને રેલ્વે મંત્રીની ઉપસ્થિતીમાં નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્ષ કમિટીની દિલ્હીમાં પ્રથમ બેઠક

Gujarati banner 01