About the facility of election card: હવે ફોટા સાથેના મતદાર ઓળખ પત્રની ઘેરબેઠાં મળી રહે તેવી સુવિધા- વાંચો વિગત

About the facility of election card: ડિલીવરી સમયે સરનામામાં મતદારનો મોબાઇલ નંબર પણ દર્શાવવામાં આવશે

નવી દિલ્હી, 07 જુલાઇઃ About the facility of election card: અપુરતા – અયોગ્ય સરનામાને કારણે પરત આવતા મતદાર ઓળખ પત્રનો પ્રશ્ન હળવો થશે મતદાર તરીકે નોંધણી કરાવનાર મતદારોને અગાઉ ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોટા સાથેના મતદાર ઓળખ પત્ર EPIC ( Electoral Photo Identity Card ) રૂબરૂ આપવામાં આવતા હતા.

આ પ્રક્રિયામાં ઘણીવાર અપૂરતી વિગતો અને સરનામાની ભૂલોને કારણે EPIC વિતરીત કરવાના પ્રશ્નો સર્જાતા હતા.આ સમસ્યા ધ્યાનમાં રાખીને ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીમાં નોંધાયેલા મતદારોને ફોટા સાથેના મતદાર ઓળખ પત્ર- EPIC ( Electoral Photo Identity Card } ઘેરબેઠાં મળી રહે તેવી સુવિધા પૂરી પાડવા માટે સ્પીડ પોસ્ટથી દશ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ રીતે ઘેરબેઠાં EPI પહોંયાડવામાં પણ ઘણી વાર દર્શાવવામાં આવેલ સરનામે સબંધીત મતદાર મળી ન આવતા મતદાર ઓળખ પત્ર પોસ્ટ વિભાગ દ્વારા પરત મોકલવામાં આવે છે.

33df250f 8c77 4557 8bd9 b681b35ff778

આવા કિસ્સામાં એવું બનતું હોય છે કે મતદારના સરનામામાં ભૂલ હોય , અધુરું સરનામું દર્શાવ્યું હોય ત્યારે દર્શાવેલ સરનામે EPIC ની ડિલીવરી ન થઇ શકવાથી આવા ઓળખ પત્ર પરત આવે છે . આવા કિસ્સા અટકાવવા માટે તથા EPIC ની હોમ ડિલિવરીની પ્રક્રિયા સરળતાથી થાય તેમજ મતદારોને ખાત્રી પૂર્વક EPIC મળે તે સુનિશ્ચત કરવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તે મુજબ હવે મતદાર નોંધણી ફોર્મના એકત્રિત ડેટામાંથી જો શક્ય હશે તો EPIC મૂકવામાં આવ્યું હોય તે પરબિડિયા ઉપર દર્શાવેલ જે તે મતદારના સરનામાની છેલ્લી લાઇન બાદ મતદારનો મોબાઇલ નંબર પણ દર્શાવવામાં આવશે . જેથી EPIC ની ડિલીવરી સમયે દર્શાવેલ સરનામે મતદાર હાજર ન મળે તો પોસ્ટમેન દર્શાવેલ મોબાઇલ નંબર ઉપર મતદારને જાણ કરીને EPIC ની એસ્યોર્ડ ડિલીવરી કરી શકે છે.

આ પણ વાંચોઃ The first meeting of the Apex Committee: કેન્દ્રીય નાણાં,ઉદ્યોગ અને રેલ્વે મંત્રીની ઉપસ્થિતીમાં નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્ષ કમિટીની દિલ્હીમાં પ્રથમ બેઠક

ભારતના ચૂંટણી પંચ દ્વારા આ અંગે તમામ રાજ્યો / કેશા.પ્ર.ના મુખ્ય નિર્વાચન અધિકારીઓને જાણ કરવામાં આવી છે. ચૂંટણી પંચના આ નિર્ણયને કારણે હવે પોસ્ટ વિભાગને જે તે મતદાર નોંધણી અધિકારી દ્વારા પરબિડિયા ઉપર ચોંટાડવા માટે મતદારોના નામ સરનામા પૂરા પાડવામાં આવે છે તેમાં હવે સુધારો કરીને મતદારોના મોબાઇલ નંબર સાથેના નામ સરનામા પૂરા પાડવામાં આવશે.

મોબાઇલ નંબરથી મતદાર સાથે સંપર્ક કરીને EPIC ની ડિલીવરી સરળતાથી કરી શકાશેજેને કારણે અપુરતા કે અયોગ્ય સરનામાને કારણે પરત આવતા EPIC નો પ્રશ્ન હળવો થશેમતદાર પણ EPIC મળવાથી પોતાના મતાધિકારનો સમયસર ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચોઃ CM Bhagwant mann wedding photos: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે લગ્નના બંધનમાં બંધાયા, જુઓ ખાસ તસ્વીરો

Gujarati banner 01