boxoffice collection

collection: 2021માં અત્યાર સુધી તમામ બિગ સ્ટારર ફિલ્મો ઓટીટી પર રિલીઝ થઈ, તેમાં બોક્સ ઓફિસ પાછળ-ઓટીટી આગળ- વાંચો વિગત

collection: દિવાળીએ રિલીઝ થયેલી મલ્ટિસ્ટારર ‘સૂર્યવંશી’ની આશરે રૂ. 200 કરોડની કમાણીને ફિલ્મ જગતે સારી બોણી થઇ

બિઝનેસ ડેસ્ક, 16 નવેમ્બરઃ collection: કોરોનાના પ્રતિબંધો લગભગ ખતમ થયા પછી બોલિવૂડની બોક્સ ઓફિસ કમાણીની આશા જીવંત થઈ છે. દિવાળીએ રિલીઝ થયેલી મલ્ટિસ્ટારર ‘સૂર્યવંશી’ની આશરે રૂ. 200 કરોડની કમાણીને ફિલ્મ જગતે સારી બોણી માની છે. આમ છતાં, બોક્સ ઓફિસ કલેક્શનમાં હજુ તે 2020થી 74% પાછળ છે.

હકીકતમાં 2020માં કડક લોકડાઉન છતાં સૌથી વધુ કમાણી કરતી ટોપ-10 ફિલ્મો જાન્યુઆરીથી માર્ચની શરૂઆત વચ્ચે રિલીઝ થઈ હતી. આ કારણસર 2020માં બોલિવૂડનું બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 780 કરોડથી વધુ રહ્યું, જ્યારે અત્યાર સુધી 2021નું બોક્સ ઓફિસ કલેક્શન માંડ રૂ. 203 કરોડ જ છે. ઈતિહાસ જોઈએ તો બોલિવૂડનું આ છેલ્લાં સાત વર્ષનું સૌથી ઓછું કલેક્શન છે.

આ પણ વાંચોઃ US supply 30 drones to india: આતંકીઓના ખાતમા માટે અમેરિકા ભારતને 21,000 કરોડમાં 30 ડ્રોન આપશે

2020માં પ્રતિબંધો પહેલાં રૂ. 700 કરોડની કમાણી
વર્ષ 2020માં જાન્યુઆરીથી માર્ચ વચ્ચે અજય દેવગનની ‘તાન્હાજી’, ટાઈગર શ્રોફની ‘બાગી-3’ અને દીપિકા પાદુકોણની ‘છપાક’ સહિત દસથી વધુ મોટી ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મોનું કુલ કલેક્શન રૂ. 700 કરોડથી વધુ હતું.

2021માં ઓટીટી આગળ: 2021માં અમિતાભ બચ્ચનની ‘ચહેરે’, અક્ષયકુમારની ‘બેલબોટમ’, સલમાનની ‘રાધે- યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’, અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’, વિદ્યા બાલનની ‘શેરની’, ફરહાન અખ્તરની ‘તુફાન’ અને વિકી કૌશલની ‘સરદાર ઉધમસિંહ’ સહિત અનેક ફિલ્મો ઓટીટી પર રિલીઝ થઈ. ત્યાર પછી મોટા પડદે રિલીઝ થયેલી બિગ બજેટ ફિલ્મ ‘સૂર્યવંશી’ જ છે.

Whatsapp Join Banner Guj