Petrol Diesel Price In Gujarat

Reduction in petrol and diesel prices: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો, કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી

Reduction in petrol and diesel prices: અંતે ના છૂટકે સરકારે પેટ્રોલ ડિઝલ પર વસૂલાતા ટેક્સમાં કાપ કરવાની ફરજ પડી

નવી દિલ્હી, 21 મેઃ Reduction in petrol and diesel prices: છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં વધારો થઇ રહ્યો હતો. જેના કારણે સામાન્ય જનતા મોંઘવારીનો સામનો કરી રહી હતી. હવે તેમાં થોડી રાહત મળી શકાવાના એંધાણ છે. વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ ભડકે બળતા સ્થાનિક સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ઉંચકાયા છે જેને પગલે સામાન્ય જનતા ગરમીની સાથે મોંઘવારી સાથે પણ પિસાઈ રહી છે. અંતે ના છૂટકે સરકારે પેટ્રોલ ડિઝલ પર વસૂલાતા ટેક્સમાં કાપ કરવાની ફરજ પડી છે.

નાણામંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવને કાબૂમાં લેવા માટે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટી 8 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલના ભાવ 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

જોકે ટેક્સ અને અન્ય કર સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ અનુક્રમે 9.5 રૂપિયા અને 7 રૂપિયા પ્રતિ લિટર ઘટવાની સંભાવના છે. નાણામંત્રાલયના નિવેદન અનુસાર આ એક્સાઈઝ ડ્યૂટી કાપથી સરકારી તિજોરીની આવકને પ્રતિ વર્ષ 1 લાખ કરોડની ઘટ પડવાનો અંદાજ છે.

આ પણ વાંચોઃ Downturn in the diamond trade: મંદીના એંધાણ,સુરતમાં 200 હીરા પેઢીઓના પોલીશ કરવા વપરાતા મશીનને સીલ કરી દેવાયા

આ પણ વાંચોઃ Shukra enters Mesh rashi: હાલ મેષ રાશિમાં ગોચર કરશે શુક્ર, આ રાશિના લોકોની પર્સનલ લાઈફમાં વધી શકે છે મુશ્કેલીઓ

Gujarati banner 01