edible oil

Drop in palm oil prices: પામ તેલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Drop in palm oil prices: આજે રાજકોટમાં પામતેલના ભાવમાં રૂપિયા 30 નો ઘટાડો નોંધાયો

બિઝનેસ ડેસ્ક, 02 સપ્ટેમ્બરઃ Drop in palm oil prices: બે દિવસ પહેલા સિંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન તેલમાં ભાવ ઘટાડા બાદ ફરી એકવાર ભાવમાં ઘટાડો આવ્યો છે. આજે શુક્રવારે રાજકોટમાં પામતેલના ભાવમાં રૂપિયા 30 નો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ પામતેલનો ડબ્બો 1690 રૂપિયાએ પહોંચ્યો છે.

છેલ્લા પાંચ મહિનામાં પામતેલના ડબ્બામાં 500 રૂપિયાનો ઘટાડો થઈ રહ્યો છે. મલેશિયા અને ઈન્ડોનેશિયામાંથી પામતેલની મોટા પ્રમાણમાં આવકના પગલે અને પામ તેલના માંગમાં ઘટાડો થતાં પામતેલમાં દિવસે દિવસે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. માર્કેટના તજજ્ઞો કહે છે કે, આગામી દિવસોમાં પણ પામ તેલના ભાવમાં હજી ઘટાડો થઈ શકે છે. 

આ પણ વાંચોઃ First indigenous aircraft carrier INS Vikrant: PM મોદીએ નેવીના નવા લોગોનું કર્યું અનાવરણ, INS વિક્રાંત નેવીને સોંપ્યું

તો માર્કેટમાં મોંઘવારીનો કકળાટ બાદ છેલ્લા પાંચ દિવસથી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સ્થિર જોવા મળ્યા છે. બે દિવસ પહેલા ખાદ્યતેલમાં રૂ. 15 થી 20નો ઘટાડો નોંધાયો હતો.

સિંગતેલમાં રૂ. 15, કપાસિયા તેલ અને પામોલીન તેલમાં રૂ. 20-20 નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં હજુ ઘટાડો થવાની વેપારીઓને આશા છે. જો ભાવ ઘટશે તો લોકોનો વપરાશ પણ વધશે. હાલ ભાવ વધારાને કારણે લોકો તેલ ખરીદી પર પણ કાપ મૂકી રહ્યાં છે. 

આ પણ વાંચોઃ Sachin Tendulkar will play again: ક્રિકેટના ચાહકો માટે સારા સમાચાર, ફરી મેદાનમાં ઉતરશે સચિન તેંડુલકર- વાંચો વિગત

Gujarati banner 01