twitter edited

Twitter Edit Feature: ફેસબુક, ઇન્સ્ટાગ્રામની જેમ ટ્વીટ કર્યા બાદ તેને એડિટ કરી શકશે યુઝર્સ

Twitter Edit Feature: ટ્વીટ કર્યા બાદ યૂઝર્સ તેને આગામી 30 મિનિટમાં એડિટ કરી શકશે

નવી દિલ્હી, 02 ઓગષ્ટઃTwitter Edit Feature: ટ્વિટરના યુઝર્સ માટે મોટા સમાચાર જાહેર થયા છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામની જેમ ટ્વીટ કર્યા બાદ તેને એડિટ કરી શકશો. તે માટે ટ્વિટરે એડિટ બટન શરૂ કરી દીધું છે. પરંતુ શરૂઆતમાં માત્ર વેરીફાઇડ એકાઉન્ટને સુવિધા મળશે. ટ્વીટને એડિટ કરવાની માંગ યૂઝર્સ લાંબા સમયથી કરી રહ્યાં હતા. ખુદ ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ટ્વીટ દ્વારા એડિટ બટન શરૂ કરવાની માંગ કરી હતી. થોડા દિવસ પહેલા એલન મસ્ક ટ્વિટરને ખરીદવા પર વિચાર કરી રહ્યાં હતા પરંતુ આ ડીલ અટકી ગઈ છે. ટ્વિટરમાં એડિટ બટન ન હોવું પણ ડીલ અટકવા પાછળનું એક કારણ બન્યું છે. 

ટ્વીટ કર્યા બાદ યૂઝર્સ તેને આગામી 30 મિનિટમાં એડિટ કરી શકશે. ટ્વિટરે હાલ તેનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. ટ્વિટરે ટ્વીટ કરીને કહ્યું કે જો તમારા પોતાના એકાઉન્ટ પર એડિટનું બટન જોવા મળી રહ્યું છે તો તે ટેસ્ટિંગ માટે થઈ રહ્યું છે. સમાચાર છે કે તેની સુવિધા શરૂઆતમાં માત્ર તે લોકોને મળશે જેનું એકાઉન્ટ વેરિફાઇડ છે. 

આ પણ વાંચોઃ Drop in palm oil prices: પામ તેલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

જો તમે ટ્વીટ કર્યું છે અને તમે તેને બદલવા ઈચ્છો છો તો તેનો વિકલ્પ મળશે. પરંતુ તમને તેની સંપૂર્ણ હિસ્ટ્રી પણ જોવા મળશે. એટલે કે પહેલા ટ્વીટથી લઈને ફેરફાર સુધી. ભારતમાં આ સુવિધા ક્યારથી શરૂ થશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ વેરિફાઇડ એકાઉન્ટને આ સુવિધા મળવાનું નક્કી છે. આ સાથે જો કોઈ વ્યક્તિ તમારૂ ટ્વીટ જોઈ રહ્યો છે, તો તેને ખ્યાલ આવી જશે કે ટ્વીટ એડિટ કરવામાં આવ્યું છે. 

સાવધાની
ટ્વીટ એડિટ કરવાનો તે મતલબ નથી કે પહેલા તમે એક ગમે તે ટ્વીટ કરી દો અને વિચારો કે બાદમાં તેને એડિટ કરી દઈશ. એડિટ બટન આ પ્રમાણે કાર્ય કરશે નહીં. કારણ કે ઓરિજનલ ટ્વીટમાં શું ફેરફાર થયો છે તે પણ યૂઝર્સ જોઈ શકશે. 

કેટલા યૂઝર્સ પર પડશે પ્રભાવ
ટ્વિટરના 350 મિલિયન એક્ટિવ યૂઝર્સ છે. એડિટ બટન માટે ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ હવે થોડા દિવસમાં યૂઝર્સને આ એડિટ બટન મળી શકે છે. 

આ પણ વાંચોઃ First indigenous aircraft carrier INS Vikrant: PM મોદીએ નેવીના નવા લોગોનું કર્યું અનાવરણ, INS વિક્રાંત નેવીને સોંપ્યું

Gujarati banner 01