Sachin Tendulkar will back

Sachin Tendulkar will play again: ક્રિકેટના ચાહકો માટે સારા સમાચાર, ફરી મેદાનમાં ઉતરશે સચિન તેંડુલકર- વાંચો વિગત

Sachin Tendulkar will play again: 2010 માં સચિને વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલી બેવડી સદી ફટકારી હતી, અને વર્ષ 2013 માં સચિન તેંડુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યુ

સ્પોર્ટ્સ ડેસ્ક, 02 ઓગષ્ટઃSachin Tendulkar will play again: ફરી એકવાર ક્રિકેટના મેદાન પર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ચોગ્ગા-છગ્ગા ફટકારતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે, સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. સચિન તેંડુલકરે તેમના કરિયર દરમિયાન વન-ડેમાં 18,426 અને ટેસ્ટમાં 15,921 રન બનાવ્યા છે. તમામ ફોર્મેટમાં સચિન તેંડુલકરના નામે 100 ઇન્ટરનેશલ સદી છે.

સચિન તેંડુલકરના નામે વન-ડે ક્રિકેટમાં પહેલી બેવડી સદી ફટકારવાનો પણ રેકોર્ડ છે. 24 ફેબ્રુઆરી 2010 માં સચિને વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલી બેવડી સદી ફટકારી હતી. વર્ષ 2013 માં સચિન તેંડુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કર્યું હતું. તમને જણાવી દઈએ કે, સચિન તેંડુલકર ફરી એકવાર ફેન્સ માટે ક્રિકેટના મેદાન પર ઉતરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Good news for farmers: CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતમાં લીધો વધુ એક નિર્ણય, 111 ગામના ખેડૂતોને થશે લાભ

ક્રિકેટર સચિન તેંડુલકર 10 સપ્ટેમ્બર 2022 થી 1 ઓક્ટોબર 2022 સુધી રમાઈ રહેલી રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝની બીજી સીઝનમાં ગત ચેમ્પિયન ઇન્ડિયન લેજન્ડ્સની કપ્ટનશીપ કરશે. રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝની મેચ કાનપુર, રાયપુર, ઇન્દોર અને દેહરાદુનમાં રમાશે. રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝની પહેલી મેચ કાનપુરમાં યોજાશે અને બે સેમિફાયનલ અને ફાઈનલ મેજબાની રાયપુર કરશે.

ન્યુઝીલેન્ડ લેજન્ડ્સ આ સીઝનમાં નવી ટીમ છે અને તે દેશ અને દુનિયાભરમાં રોડ સેફ્ટી પ્રત્યે જાગૃતતા લાવવા માટે મુખ્ય રૂપથી રમાતા 22 દિવસીય આયોજન દરમિયાન ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટઇન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડના દિગ્ગજ સામેલ થશે.

ઉલ્લેખનીય છે કે, રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝની આગામી સીઝનને કલર્સ સિનેપ્લેક્સ, કલર્સ સિનેપ્લેક્સ સુપરહિટ અને નવી લોન્ચ કરવામાં આવેલી સ્પોર્ટ્સ 18 રમત પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે આ વૂટ અને જિયો પર ડિજિટલ સ્વરૂપમાં સ્ટ્રીમિંગ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Road accident in aravalli: અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માત- પૂરપાટ ઝડપે આવતી કારે પદયાત્રીઓને કચડી નાખ્યા, 6ના મોત

Gujarati banner 01