Tata Group buys Air India airline

Tata group will merge air india and airasia india: ટાટા ગ્રૂપ એર ઇન્ડિયા અને એર એશિયા ઇન્ડિયાનું મર્જર કરે તેવા એંધાણ- વાંચો વિગત

Tata group will merge air india and airasia india: હાલ એરએશિયા ઇન્ડિયાનો 83.67 ટકા હિસ્સો ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ પાસે છે અને બાકીનો હિસ્સો એરએશિયા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડની પાસે છે

બિઝનેસ ડેસ્ક, 28 એપ્રિલઃTata group will merge air india and airasia india: થોડા મહિના પહેલા જ ટાટા ગ્રુપે એર ઇન્ડિયાનો 50ટકા થી વધુ ભાગ પોતાના હસ્તક રાખ્યો છે. હવે સમાચાર એજન્સી દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ટાટા ગ્રૂપની માલિકીની એર ઇન્ડિયાએ બજેટ એરલાઇન કંપની એરએશિયા ઇન્ડિયાનું મર્જર કરવા અંગે પ્રતિસ્પર્ધા પંચ સીસીઆઇની મંજૂરી માંગી છે. 

આ મર્જર બાદ એરએશિયા ઇન્ડિયા ટાટા સમૂહની પૂર્ણ માલિકી ધરાવતી કંપની બની જશે. હાલ એરએશિયા ઇન્ડિયાનો 83.67 ટકા હિસ્સો ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ પાસે છે અને બાકીનો હિસ્સો એરએશિયા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડની પાસે છે, જે મલેશિયાના એરએશિયા સમૂહનો ભાગ છે. 

આ પણ વાંચોઃ Judgment for class 1 admission in school: સુપ્રીમ કોર્ટનો નિર્ણય, કહ્યું- કેન્દ્રીય વિદ્યાલયના ક્લાસ વનમાં એડમિશન માટે હવે લઘુતમ વય મર્યાદા 6 વર્ષ જ રહેશે

એર ઇન્ડિયા અને તેની સહાયક કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસે પાછલા વર્ષે ટાટા સન્સ પ્રાઇવેટ લમિટેડની પૂર્ણ માલિકીની સબસિડીયરી ટેલેસ પ્રાઇવેટ લિમિટેડને ટેકઓવર કરી હતી.  

ઉપરાંત ટાટા ગ્રૂપ સિંગાપોર એરલાઇન્સની સાથે સંયુક્ત સાહસમાં એક પૂર્ણ એરલાઇન્સ સર્વિસ કંપની વિસ્તારાનું પણ સંચાલન કરે છે. ટાટા સમહૂ હવે પોતાના એરલાઇન્સ બિઝનેસને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ The lure of government jobs: સરકારી નોકરીની લ્હાય કેટલી યોગ્ય…વાડામાં બંધાવવાની ઘેલછા કેટલી યોગ્ય…

Gujarati banner 01