ford

Ford shuts down its manufacturing plant: અમેરિકન કાર ઉત્પાદન કંપની ફોર્ડનો મોટો નિર્ણય, વર્ષના અંત સુધીમાં કાર નિર્માણ કાર્ય બંધ કરશે!

  • હવે સાણંદ પ્લાન્ટમાં કંપની માત્ર એન્જિનનું જ કરશે ઉત્પાદન
  • જનરલ મોટર્સ બાદ હવે ફોર્ડ ઇન્ડિયા(Ford shuts down its manufacturing plant)ની રાજ્યને અલવિદા
  • વર્ષ 2022માં ચેન્નઇ પ્લાન્ટમાં પણ કાર ઉત્પાદન બંધ કરશે

સાણંદ, 09 સપ્ટેમ્બર: Ford shuts down its manufacturing plant: વિશ્વ વિખ્યાત મોટર કંપની ફોર્ડે ગુજરાતના અમદાવાદ સ્થિત પ્લાન્ટમાં કારનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.વર્ષ ૨૦૧૫માં અમદાવાદના સાણંદ ખાતે સ્થાપેલા પ્લાન્ટમાં ચાલુ વર્ષના અંત સુધીમાં કારનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કંપનીએ લીધો છે. જેના પરિણામે ૪૦૦૦ જેટલા લોકો રોજગારી ગુમાવશે.

કોરોના મહામારીના કારણે અનેક દિગ્ગજ કંપનીઓ મંદીમાં આવી ગઈ છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ કાર મેકર કંપની ફોર્ડ મોટર્સે ગુજરાતના અમદાવાદમાં આવેલા પ્લાન્ટમાં કારનું ઉત્પાદન(Ford shuts down its manufacturing plant) બંધ કરવાનો નિર્ણય કર્યો છે.જનરલ મોટર્સ બાદ હવે વધુ એક દિગ્ગજ ફોર્ડ કંપનીએ પણ ગુજરાતને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ child kidnapping case: સોલા સિવિલમાંથી મોડી રાતે બાળકીનું અપહરણ કરનાર મહિલાને પોલીસે શોધી કાઢી – વાંચો શું છે મામલો ?

કંપનીએ કરેલા નિર્ણય અનુસાર ચાલુ વર્ષના અંત સુધીમાં કાર નિર્માણ કાર્ય બંધ કરશે અને હવે સાણંદ પ્લાન્ટ(Ford shuts down its manufacturing plant)માં માત્ર એન્જિનનું ઉત્પાદન કરશે.આ ઉપરાંત વર્ષ 2022માં ચેન્નઇ પ્લાન્ટમાં પણ કાર ઉત્પાદન બંધ કરશે.

મળતી માહિતી અનુસાર અમેરિકા સ્થિત કંપની ફોર્ડને ભારતમાં અપેક્ષા અનુસાર વેપારના મળતા કંપનીએ ભારતમાં કંપનીની કામગીરી ઓછી કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ ગુજરાતના સાણંદમાં આવેલા તેના પ્લાન્ટ(Ford shuts down its manufacturing plant)માં કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે. આ અંગે કંપનીએ તેના કર્મચારીઓને પણ જાણ કરી છે. ફોર્ડ સાણંદમાં હવે કારનું ઉત્પાદન કરશે નહીં. ઉલેખનીય છે કે ફોર્ડ મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં સાણંદ ખાતે 2015માં પોતાનો પ્લાન્ટ શરૂ કર્યો હતો.

Whatsapp Join Banner Guj