Foreign exchange reserves

Foreign exchange reserves: દેશની અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર, વિદેશી મુદ્રા ભંડાર 2 વર્ષની નીચી સપાટીએ

Foreign exchange reserves: દેશની વિદેશી મુદ્રા ભંડાર બે વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે

બિઝનેસ ડેસ્ક, 27 ઓગષ્ટઃ Foreign exchange reserves: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના તાજેતરના ડેટા અનુસાર, 19 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી વિનિમય અનામત $6.687 બિલિયન ઘટીને $564.053 બિલિયન થઈ ગયું છે.

અગાઉ, 12 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં $223.8 મિલિયનનો ઘટાડો થયો હતો અને તે ઘટીને $570.74 બિલિયન પર આવી ગયો હતો.12 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં $223.8 મિલિયનનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચોઃ PM inaugurated Atal Bridge: PM મોદીએ ખાદી ઉત્સવમાં પર ચરખો કાંત્યો, નવા અટલ ફૂટબ્રિજ પર લટાર મારી- વાંચો સંપૂર્ણ વિગત

રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર, 19 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ફોરેન કરન્સી એસેટ (FCA) અને ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો છે. સાપ્તાહિક ડેટા અનુસાર, FCAs સપ્તાહમાં $5.77 બિલિયન ઘટીને $501.216 બિલિયન થઈ ગયા છે. એ જ રીતે સોનાના ભંડારનું મૂલ્ય $704 મિલિયન ઘટીને $39.914 બિલિયન થયું છે.

આ સપ્તાહમાં, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) ડિપોઝિટ $146 મિલિયન ઘટીને $17987 બિલિયન થઈ ગઈ છે. તે જ સમયે, IMFમાં રાખવામાં આવેલ દેશનું મુદ્રા ભંડાર પણ $58 મિલિયન ઘટીને $4.936 બિલિયન થઈ ગયું છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Gold paduka: અંબાજી ખાતે અંદાજે રૂપિયા 12 લાખ ની કિંમતની ત્રેવીસ તોલા સોનાની પાદુકા અર્પણ કરી

Gujarati banner 01