PM inaugurated Atal Bridge

PM inaugurated Atal Bridge: PM મોદીએ ખાદી ઉત્સવમાં પર ચરખો કાંત્યો, નવા અટલ ફૂટબ્રિજ પર લટાર મારી- વાંચો સંપૂર્ણ વિગત

PM inaugurated Atal Bridge: બે પ્રકલ્પનું લોકાર્પણ કરીને PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સાબરમતીના કાંઠે 7500 બહેનોએ ચરખા પર સૂતર કાંતી ઈતિહાસ રચ્યો, અટલ બ્રિજ બે કાંઠા જ નથી જોડતો, તેની ડિઝાઈન અભૂતપૂર્વ છે.

અમદાવાદ, 27 ઓગષ્ટઃ PM inaugurated Atal Bridge: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવમાં નિદર્શન કર્યું હતું, ત્યારબાદ બે પ્રકલ્પનું લોકાર્પણ કરીને PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સાબરમતીના કાંઠે 7500 બહેનોએ ચરખા પર સૂતર કાંતી ઈતિહાસ રચ્યો, અટલ બ્રિજ બે કાંઠા જ નથી જોડતો, તેની ડિઝાઈન અભૂતપૂર્વ છે. એટલું જ નહીં, લોકાર્પણ બાદ પીએમ અટલ ફૂટઓવરબ્રિજ પર લટાર મારી હતી. ત્યારબાદ રાત્રે ગાંધીનગર રાયસણ ખાતે માતા હીરાબાને મળ્યાં હતા.

વડાપ્રધાને એરપોર્ટ પહોંચીને ગુજસેલમાં સીએમ સહિતના 2 કલાકથી વધુ સમય સુધી મીટિંગ કરી હતી. પીએમ મોદી 2:55 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા અને 5:35 વાગ્યે એરપોર્ટ સુધી રોકાયા હતા. ત્યારબાદ રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. અહીં તેઓ ખાદી ઉત્સવમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેમણે રેંટિયો કાંત્યો હતો. ખાદી ઉત્સવ બાદ અટલ ફૂટબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ‘ખાદી ઉત્સવ’માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં તેમણે જણાવ્યું હતું કે, સાબરમતીનો આ કાંઠો આજે ધન્ય બની ગયો છે. આઝાદીના 75 વર્ષ નિમિત્તે, 7,500 બહેનો અને પુત્રીઓએ એકસાથે ચરખા પર સૂતર કાંતીને ઈતિહાસ રચ્યો છે. અટલ બ્રિજ માત્ર સાબરમતી નદીના બે કાંઠાને જોડતો નથી, પરંતુ તે ડિઝાઇન અને નવીનતામાં પણ અભૂતપૂર્વ છે. ડિઝાઇનમાં ગુજરાતના પ્રખ્યાત પતંગ મહોત્સવનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ચરખા પર PM મોદીએ સૂતર કાંત્યું હતું

આ પણ વાંચોઃ Gold paduka: અંબાજી ખાતે અંદાજે રૂપિયા 12 લાખ ની કિંમતની ત્રેવીસ તોલા સોનાની પાદુકા અર્પણ કરી

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે “ખાદી ઉત્સવ”નો અનોખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપી રહ્યા. અહીં 7500 મહિલા ખાદી-કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કર્યું હતું.ખાદી ઉત્સવમાં ચરખા ગોઠવવામાં આવ્યા છે. જેમાં રાજ્યભરમાંથી ચરખા સાથે જોડાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા.સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા તમામ લોકો સફેદ કપડાં પહેરીને આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો.

PM મોદીએ અટલ બ્રિજનું ઈ-લોકાર્પણ કર્યું

મોદી, CM ભૂપેન્દ્ર પટેલ અને કે કૈલાસનાથન વચ્ચે ગુજસેલ બિલ્ડિંગમાં 2 કલાકથી વધુ સમય મીટિંગ ચાલી હતી. આ પહેલાં પાટીલ-પંચાલ અને ત્યારબાદ હર્ષ સંઘવી રવાના થયા હતા. પોલીસ કમિશનર અને IB ના વડા ગુજસેલથી રવાના થયા હતા. તો DGP સહિત બધા અધિકારીઓ ગુજસેલ બહાર આવી ગયા હતા. કે કૈલાસનાથન પણ બહાર આવ્યા હતા. ગુજસેલના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સીએમ અને પીએમ વચ્ચે જ બેઠક ચાલી હતી.

ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે
PM મોદી આજે સાંજે અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધી હતી. ત્યાર બાદ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. આવતીકાલે 28 ઓગસ્ટના રોજ PM મોદી કચ્છના પ્રવાસે જશે, જ્યાં તેઓ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. તેઓ કચ્છ-ભુજ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલનું લોકાર્પણ કરશે. તેઓ 1745 કરોડના ખર્ચે 375 કિમી લાંબી કેનાલનું લોકાર્પણ કરશે, જેને લીધે કેનાલથી 948 ગામ અને 10 શહેરને પાણીનો લાભ મળશે. 28 ઓગસ્ટના રોજ તેઓ ગાંધીનગરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મારુતિ સુઝુકી કંપનીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. તેઓ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચોઃ Smriti van: મુખ્યમંત્રી તરીકે, નરેન્દ્ર મોદીએ ભારત સરકાર પાસેથી મેળવી હતી જમીન – વાંચો સ્મૃતિવનની સફર વિશે

Gujarati banner 01