Gold paduka

Gold paduka: અંબાજી ખાતે અંદાજે રૂપિયા 12 લાખ ની કિંમતની ત્રેવીસ તોલા સોનાની પાદુકા અર્પણ કરી

Gold paduka: અંબાજીમાં પણ ઘડિયાળ અર્પણ કરવા આવ્યા ત્યારે ચાંદી ની પાદુકા જોઈ સોના ની પાદુકા બનાવાનું મન બનાવ્યું

  • અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના ચેરમેન અને કલેકટર પાસે થી પરવાનગી લઈ આ પાદુકાનું નિર્માણ કર્યું
  • અમદાવાદ ઘાટલોડિય ના જય ભોલે ગ્રુપ દ્વારા શક્તિપીઠ અંબાજી મંદિરમાં પાદુકા અર્પણ કરી

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 27 ઓગષ્ટઃGold paduka: અમદાવાદ ઘાટલોડિય ના જય ભોલે ગ્રુપ દ્વારા શક્તિપીઠ અંબાજી મંદિરમાં 23 તોલા સોના ની પાદુકા આજે અર્પણ કરી છે જય ભોલે ગ્રુપ ગુજરાત સહીત દેશ ભરના મોટા મંદિરો માં ઘડિયાળ અર્પણ કરે છે ને હમણાં સુધી 1700 જેટલી ઘડિયાળો વિવિધ મંદિરો માં અર્પણ કરી ચુકયું છે.

c0dbc784 fef8 476c 9355 2e696347df5c

ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ઘડિયાળ અર્પણ કરવા આવ્યા ત્યારે ચાંદી ની પાદુકા જોઈ સોના ની પાદુકા બનાવાનું મન બનાવ્યું હતું અને ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના ચેરમેન અને કલેકટર પાસે થી પરવાનગી લઈ આ પાદુકાનું નિર્માણ કર્યું હતું ને આજે જય ભોલે ગ્રુપના તમામ સભ્યો અંબાજી મંદિરે આવીને અંદાજે રૂપિયા 12 લાખ ની કિંમતની ત્રેવીસ તોલા સોના ની પાદુકા અર્પણ કરી હતી.

d2f7420e 2ec3 416e 8fc4 1dbfac68ac2b

આ સમય જિલ્લા કલેકટર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જય ભોલે ગ્રુ ના સંચાલક મંડળે જણાવ્યું હતું કે અંબાજી મંદિર સુવર્ણમય બની રહ્યું છે ને માતાજી રાજભોગ પણ સોના ના થાળ માં જ જમતા હોય ત્યારે પાદુકાજ ચાંદી ની કેમ …. તેવા વિચાર સાથે અમદાવાદ ઘાટલોડિયાના જ્યભોલે ગ્રુપ ના તમામ સભ્યો દ્વારા આજે અંબાજી મંદિર માં શ્રી યંત્ર સાથે સોના ની પાદુકા અર્પણ કરી હતી અને સાથે અંબાજી મંદિર ના શિખરે 52 ઘજ ની ધજા પણ ચઢાવી હતી.

આ પણ વાંચોઃ Smriti van: મુખ્યમંત્રી તરીકે, નરેન્દ્ર મોદીએ ભારત સરકાર પાસેથી મેળવી હતી જમીન – વાંચો સ્મૃતિવનની સફર વિશે

આ પણ વાંચોઃ Riverfront Foot Overbridge Photos: અમદાવાદમાં રિવરફ્રન્ટ ફુટ ઓવરબ્રિજ બન્યુ આકર્ષણનું કેન્દ્ર- જુઓ ફોટો

Gujarati banner 01