Netflix Prime Video

આ કંપની રિચાર્જ પર આપી રહી છે Netflix અને Amazon Primeનું Free Subscription, જાણો રિચાર્જ પ્લાન

Free Subscription

બિઝનેસ ડેસ્ક, 16 માર્ચઃ હાલ OTTમાં સૌથી પોપ્યુલર એપ બની ચૂકી છે. Netflix અને Amazon Prime બંને પ્લોટફોર્મમાં આવનારા દિવસોમાં અનેક નવી ફિલ્મો અને વેબ સિરિઝ રિલીઝ થઈ રહી છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, Airtel, Jio અને Vi ના ઘણા રિચાર્જ પ્લાન્સની સાથે Netflix અને Amazon Prime નું ફ્રીમાં સબ્સક્રિપ્શન(Free Subscription) મળે છે. ત્યારે આવો જાણીએ કે ક્યાં રિચાર્જ પ્લાન્સમાં ફ્રી સબ્સક્રિપ્શનનો ફાયદો ઉઠાવી શકો છો.

ADVT Dental Titanium

જો તમે Jioના ગ્રાહક છો તો તમારા માટે સારા સમાચાર છે. Jioના કેટલાક પોસ્ટપેડ પ્લાન્સની સાથે Netflix અને Amazon Prime નું ફ્રીમાં સબ્સક્રિપ્શન દેવામાં આવી રહ્યું છે. Jioના 399 રૂપિયા, 599 રૂપિયા, 799 રૂપિયા, 899 રૂપિયા અને 1499 રૂપિયાના પોસ્ટપેડ પ્લાન્સની સાથે Netflix અને Amazon Primeનું ફ્રીમાં સબ્સક્રિપ્શન(Free Subscription) પણ મળે છે. Vi (Vodafone- Idea) પણ પોતાના પોસ્ટપેડ પ્લાનની સાથે Netflix અને Amazon Prime નું ફ્રીમાં સબ્સક્રિપ્શન(Free Subscription) આપી રહી છે. જાણકારી પ્રમાણે 1099 રૂપિયાવાળા પોસ્ટપેડ પ્લાનની સાથે તમને ફ્રીમાં Netflix અને Amazon Prime નું સબ્સક્રિપ્શન દેવામાં આવી રહ્યું છે

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, એરટેલના કોઈ પ્લાનમાં તમને નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન નથી મળતું. પરંતુ એરટેલના 499 રૂપિયાવાળા પ્લાનની સાથે તમને એમેઝોન પ્રાઈમનું સબ્સક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. મળેલી જાણકારી પ્રમાણે નેટફ્લિક્સ ચાર સબ્સક્રિપ્શન પ્લાન ઓફર કરે છે. તમે નેટફ્લિક્સ સબ્સક્રિપ્શન 199 રૂપિયામાં ખરીદી શકો છો. તે સિવાય 499 અને 649 રૂપિયાવાળા પ્લાનમાં પણ જોવા મળે છે. નેટફ્લિક્સના પ્રિમિયમ પ્લાન 799 રૂપિયામાં ખરીદી શકાય છે. તમે માત્ર 129 રૂપિયા દઈને એમેઝોન પ્રાઈમનું એક મહિનાનું સબ્સક્રિપ્શન લઈ શકો છો. 999 રૂપિયામાં વર્ષનું Amazon Prime સબ્સક્રિપ્શન ખરીદી શકો છો.

આ પણ વાંચો…

Job vacancie: તમે નોકરીની શોધમાં છો? તો GPSC દ્વારા 1427 જગ્યા માટે જાહેરાત, આ જગ્યાઓ પર થઇ રહી છે ભરતી