Gautam thapar

Gautam thapar: ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં અવંતા ગ્રુપના ગૌતમ થાપરની ધરપકડ કરી- વાંચો શું છે મામલો?

Gautam thapar: થાપર પર બેંક ફંડનો દુરુપયોગ કરવા, બનાવટી લેનદેન, ખોટી રીતે બેંકો પાસેથી લોન લેવા, નકલી વાઉચર અને બનાવટી નાણાકીય વ્યવહારો, ગુનાહિત કાવતરું અને છેતરપીંડિનો આરોપ

બિઝનેસ ડેસ્ક, 05 ઓગષ્ટઃ Gautam thapar: ભાગેડુ નીરવ મોદી અને મેહુલ ચોક્સી તો મની લોન્ડરિંગ કેસમાં મોખરે છે જ. જેમની પાસથી ભારતની બેંકોએ કરોડો વસુલવાના છે. હવે લાગી રહ્યું છે કે આ યાદીમાં વધુ એક નામનો ઉમેરો થઇ શકે એમ છે. જીં, હાં ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં જાણીતા ઉધ્યોગપતિ અને અવંતા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની ધરપકડ કરી હતી. હાલમાં જ એજન્સીએ અવંતા ગ્રુપના દિલ્હી અને મુંબઇ સ્થિત વિવિધ સ્થળોએ દરોડા પાડયા હતા. બેંકો સાથે છેતરપીંડિ કરવાનો તેમના પર આરોપ છે. 

આ દરોડા બાદ થાપર(Gautam thapar)ની પૂછપરછ પણ કરવામાં આવી હતી. થાપર પર બેંક ફંડનો દુરુપયોગ કરવા, બનાવટી લેનદેન, ખોટી રીતે બેંકો પાસેથી લોન લેવા, નકલી વાઉચર અને બનાવટી નાણાકીય વ્યવહારો, ગુનાહિત કાવતરું અને છેતરપીંડિનો આરોપ છે. 

આ પણ વાંચોઃ Rape case and murder: દિલ્હી-ભોપાલમાં 10 વર્ષની બાળકીનો બળાત્કાર કરી હત્યા કરાઈ, પરિવારે હત્યારાઓ માટે ફાંસીની કરી માંગ- વાંચો વિગત

તપાસ એજન્સીઓ આ જ મામલાઓમાં થાપર(Gautam thapar)ની સામે તપાસ કરી રહી છે. થાપર પર આ આરોપો ફોરેંસિક ઓડિટ રિપોર્ટના આધારે લગાવવામાં આવ્યા હતા. ઇડીએ ગૌતમ થાપર અને તેની કંપની તેમજ સહિયોગીઓ સામે બે કેસ દાખલ કર્યા છે. 

જેમાંથી એક યસ બેંક સાથે ૪૬૭ કરોડની હેરાફેરીનો છે. જેમાં યસ બેંકના પૂર્વ કાર્યકારી નિર્દેશક રાણા કપૂર પર અવંતા રિયાલિટી પાસેથી બજાર કિમત કરતા ઓછી કિમત પર સંપત્તિના રુપે લાંચ લીધી હતી. યસ બેંક તરફથી લોન ચુકવવામાં વધુ સમય આપવા બદલ આ લાંચ લીધી હોવાના અહેવાલો છે.

આ પણ વાંચોઃ Tokyo olympics update: ભારતે 41 વર્ષ બાદ હોકીમાં મેડલ જીત્યો, કુસ્તીમાં વર્લ્ડ નંબર-1 વિનેશ ફોગાટની હાર, બ્રોન્ઝની આશા જીવંત- વાંચો વિગત

Whatsapp Join Banner Guj