Nari gaurav divas JMC

Jamnagar nari gaurav divas: જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં નારી ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

Jamnagar nari gaurav divas: મહિલા ઉત્કર્ષ યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ તેમજ ૧૦ આંગણવાડીઓના ખાતમુહુર્ત-લોકાર્પણ કરાયા

  • Jamnagar nari gaurav divas: મહિલા ઉત્કર્ષ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવી વિકાસમાં નારાયણીના પ્રદાનને જોડવા રાજ્ય સરકાર તત્પર છે: રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા


Jamnagar nari gaurav divas: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના સફળ નેતૃત્વ હેઠળ સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં કલ્યાણકારી યોજનાઓના લોકોને મળતા લાભો સાથે ગુજરાતની ગૌરવપૂર્ણ વિકાસયાત્રાને આવરી લેતી પ્રજાલક્ષી યોજનાઓના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

જેમાં ચોથા દિવસે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ટાઉનહોલ ખાતે નારી ગૌરવ દિવસ (Jamnagar nari gaurav divas) ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રામ વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ તથા મહીલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા નારી ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન વિતરણ તથા મહીલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના તેમજ આઇ.સી.ડી.એસ વિભાગ અંતર્ગત જામનગરની ૧૦ આંગણવાડી ઓના ખાતમુહુર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પણ વાંચોTokyo olympics update: ભારતે 41 વર્ષ બાદ હોકીમાં મેડલ જીત્યો,પુરૂષ હોકીમાં 4 દશકાના દુષ્કાળનો અંત લાવીને ઇતિહાસ રચ્યો – વાંચો વિગત

આ પ્રસંગે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ નારીશક્તિને વંદન કરતા કહ્યું હતું કે, નારી શક્તિ મહાન છે પરિવારમાં પણ નારીના પ્રદાનથી જ પરિવારનો વિકાસ થાય છે તેવી જ રીતે રાષ્ટ્રના વિકાસ અને રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવા માટે પણ મહિલાઓને આત્મનિર્ભર બનવું આવશ્યક છે ત્યારે મહિલાઓના આત્મનિર્ભર બનવાના સ્વપ્નને રાજ્ય સરકારે આર્થિક સ્વનિર્ભરતા માટેની વિના વ્યાજની સહાય આપીને પૂર્ણ કર્યું છે. મહિલાઓ કોઈપણ અડચણ વગર દરેક ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે તેમને લોન, ધિરાણ, રોજગારલક્ષી યોજનાઓ, વિવિધ ક્ષેત્રમાં મહિલાઓની વધુમાં વધુ સામેલગીરી કરી રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણમાં આગવી ભૂમિકા ભજવી છે. મહિલા ઉત્કર્ષ અને મહિલા ઓને આત્મનિર્ભર બનાવી વિકાસમાં નારાયણીના પ્રદાનને જોડવા રાજ્ય સરકાર તત્પર છે.

Jamnagar nari gaurav divas

છેલ્લા પાંચ વર્ષમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની આગેવાનીમાં ગુજરાતના વિકાસએ વેગ પકડ્યો છે. ગુજરાત એ આજે ગ્રોથ એન્જિન બન્યું છે જેમાં આપણી સરકાર દ્વારા આરોગ્યની સવલતો, રસ્તાની સુવિધાઓ, ગામેગામ શાળાઓ અને ચોવીસ કલાકની વિજળી થકી લોકોની સુખાકારી વધી છે. રાજનેતાનો ધર્મ લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી થવાનો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાચા અર્થમાં રાજનેતા સાબિત થયા છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડોદરા ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રીએ ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે મેયર બીનાબેન કોઠારીએ મહિલા ઉત્કર્ષ માટેની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી તેમજ મહિલા સશક્તિકરણ દ્વારા રાજ્યના વિકાસને વધુ વેગ મળશે તેમજ આંગણવાડીના નિર્માણ થકી બાળકોના જીવનનું ઘડતર વધું સારું થશે તેમ જણાવ્યું હતું.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા દ્વારા નારી શક્તિની ગરિમા અને રાષ્ટ્રીય વિકાસમાં નારીના પ્રદાનની આછેરી ઝલક આપવામાં આવી હતી તો જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ દ્વારા જામનગરના વિકાસ કાર્યો અને યોજના લગત બાબતોની જાણકારી આપવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના જામનગર ખાતે ૪૦૦ મહિલા જૂથોને લાભ મળ્યો છે જેમાં કાર્યક્રમમાં ૧૦ જૂથોને પ્રતીક રૂપે મહાનુભાવોના હસ્તે લોનના ચેક તેમજ વ્હાલી દિકરી યોજના અને ગંગા સ્વરૂપા પુન:લગ્ન યોજનાના લાભાર્થીઓને સહાય એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ, મહામંત્રીઓ પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, કલેકટર સૌરભ પારઘી, નાયબ મ્યુનિ. કમિશનર વસ્તાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, આસિ. કમિશનર ભાર્ગવ ડાંગર, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર, વિવિધ બેંકના અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.