Rajasthan become rape capital

Rape case and murder: દિલ્હી-ભોપાલમાં 10 વર્ષની બાળકીનો બળાત્કાર કરી હત્યા કરાઈ, પરિવારે હત્યારાઓ માટે ફાંસીની કરી માંગ- વાંચો વિગત

Rape case and murder: ભાજપે બાળકીના પરિવારનો ફોટો જાહેર કરવા બદલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સામે પગલાં લેવા ટ્વીટર સમક્ષ માગણી કરી

નવી દિલ્હી, 05 ઓગષ્ટઃ Rape case and murder: મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં ૧૦ વર્ષની બાળકી પર બળાત્કાર અને તેની હત્યાની ઘટનાથી દેશભરમાં ભારે હોબાળો મચી ગયો છે. દિલ્હીમાં નવ વર્ષની દલિત બાળકી પર બળાત્કાર પછી તેની હત્યાની ઘટનામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ન્યાયિક તપાસના આદેશ અને બાળકીના પરિવારને રૂ. ૧૦ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. બીજીબાજુ કોંગ્રેસ, વિશ્વ હિન્દુ પરિષદે બળાત્કાર અને હત્યાના આરોપીઓને ફાંસીની સજાની માગણી કરી છે જ્યારે ભાજપે બાળકીના પરિવારનો ફોટો જાહેર કરવા બદલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સામે પગલાં લેવા ટ્વીટર સમક્ષ માગણી કરી છે.

મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના શમશાબાદ પોલીસ સ્ટેશન ક્ષેત્રના જંગલમાં ૧૦ વર્ષની દલિત બાળકી પર બળાત્કાર કરાયા પછી તેની હત્યા કરીને તેનું શબ વૃક્ષ સાથે બાંધી દેવાની ઘટના સામે આવી છે. પોલીસે આ ઘટનામાં શંકાના આધારે ચાર લોકોની અટકાયત કરી છે. બાળકી મંગળવારે બપોરે માતાની પાછળ એક પ્રકારનું જંગલી ફળ કરોંદે લેવા ગઈ હતી. માતા પાછી ફરી તો તેને પુત્રી ઘરમાં જોવા મળી નહીં. 

આ પણ વાંચોઃ Tokyo olympics update: ભારતે 41 વર્ષ બાદ હોકીમાં મેડલ જીત્યો, કુસ્તીમાં વર્લ્ડ નંબર-1 વિનેશ ફોગાટની હાર, બ્રોન્ઝની આશા જીવંત- વાંચો વિગત

લગભગ બે કલાક સુધી પરિવાર બાળકીને શોધતો રહ્યો. તેની ભાળ ન મળતા સાંજે પરિવારજનોએ શમશાબાદ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ કરી હતી. પોલીસે તુરંત શોધ શરૂ કરી હતી. આ દરમિયાન એક કલાક પછી બાળકીનું શબ એક વૃક્ષ સાથે બંધાયેલું મળ્યું હતું. તેના કપડાં અસ્ત-વ્યસ્ત હતા. બળાત્કાર કર્યા પછી બાળકીની હત્યા(Rape case and murder) કરાઈ હોવાનો પરિવારનો આક્ષેપ છે.

દેશની રાજધાની દિલ્હીમાં નવ વર્ષની દલિત બાળકી પર બળાત્કાર અને તેની હત્યાની ઘટનાએ પણ ભારે હોબાળો મચાવ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટનામાં ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે તેમજ બાળકીના પરિવારજનોને રૂ. ૧૦ લાખના વળતરની જાહેરાત કરી છે.  કોંગ્રેસ અને વિશ્વ હિન્દુ પરિષદે બાળકી પર કથિત બળાત્કાર ગુજારનારા દોષિતોને ફાંસીની સજાની માગણી કરી હતી. તેમણે આ ઘટનામાં ફાસ્ટ ટ્રેક તપાસની પણ માગણી કરી હતી.

આ પણ વાંચોઃ Pakistan PM’s Residence For Rent: પાકિસ્તાનની આર્થિક હાલત એટલી બગડી કે હવે પીએમનું ઘર ભાડે આપશે- વાંચો સંપૂર્ણ અહેવાલ

રાહુલ ગાંધીએ દલિત પરિવારની મુલાકાત પછી ટ્વિટર પર બાળકીના માતા-પિતાનો ફોટો ટ્વીટ  કર્યો હતો.દલિત પરિવારજનો સાથેની મુલાકાતનો ફોટો ટ્વીટ કરવા બદલ બાળકોના અધિકારો અંગેની સંસ્થા એનસીપીસીઆરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ પગલાં લેવા ટ્વિટરને જણાવ્યું છે. એનસીપીસીઆરે કહ્યું હતું કે, બળાત્કારનો ભોગ બનેલી બાળકીના પરિવારની ઓળખ જાહેર કરવી એ જુનેવાઈલ જસ્ટિસ અને પોક્સો કાયદા હેઠળ ગૂનો છે. 

બાળકીના માતા-પિતાના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના જૂના નાંગલ વિસ્તારમાં તેમના ઘરની સામેના સ્મશાનમાં એક કૂલરમાંથી ઠંડુ પાણી લેવા માટે બાળકી ગઈ હતી. જોકે, લગભગ એકાદ કલાક પછી સ્મશાનના પૂજારી રાધે શ્યામ, અને બેથી ત્રણ લોકોએ બાળકીની માતાને સ્મશાનમાં બોલાવી હતી અને કૂલરમાંથી પાણી લેતી વખતે કરંટ લાગવાથી બાળકીનું મોત થયું હોવાનું જણાવતા તેનો મૃતદેહ બતાવ્યો હતો. ત્યાર પછી પોલીસને બોલાવવાના બદલે તેમણે માતાને ફોસલાવીને સ્મશાનમાં બાળકીના અંતિમ સંસ્કાર કરાવી દીધા હતા. 

આ પણ વાંચોઃ Whats app new feature: વન્સ વ્યૂથી લઈને એન્ક્રિપ્ટેડ ક્લાઉડ બેકઅપ ફીચર લોન્ચ થયા- વાંચો સંપૂર્ણ વિગત

બાળકીના માતા-પિતાએ પૂજારી રાધે શ્યામ અને અન્ય લોકોએ બળાત્કાર કરીને બાળકીની હત્યા કરી હોવાનો આરોપ મૂક્યો છે. પોલીસે આ ઘટનામાં રાધેશ્યામ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.

Whatsapp Join Banner Guj