gold price 1608029813

બજેટ જાહેર થતા શેર બજારમાં ઉછાળો, અને સોનાના ભાવ(Gold rate)માં ઘટાડો, જાણો નવા ભાવ

Gold rate: શેર બજારમાં જારી ઉછાળા અને ડોલરમાં તેજીના કારણે સર્રાફા બજારમાં સોના અને ચાંદીની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું

gold price 1608029813

બિઝનેસ ડેસ્ક, 04 ફેબ્રુઆરીઃ બજેટ જાહેર થયું ત્યારથી સોનાના ભાવ(Gold rate)માં ઘટાડો થઇ રહ્યો છે. શેર બજારમાં જારી ઉછાળા અને ડોલરમાં તેજીના કારણે સર્રાફા બજારમાં સોના અને ચાંદીની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે. સપ્તાહના ત્રીજા દિવસે દિલ્હી સર્રાફા બજારમાં સોનાની કિંમતમાં 232 રૂપિયા અને ચાંદીની કિંમતમાં 1955 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે દિલ્હીમાં દસ ગ્રામ સોનાનો ભાવ ઘટીને 47387 રૂપિયા દસ ગ્રામ થઇ ગયો. તેની પહેલા મંગળવારે સોનુ 47619 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું હતુ.

Whatsapp Join Banner Guj

બીજી તરફ ચાંદી પણ 1955 રૂપિયા ઘટીને 67,605 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઇ. ચાંદી મંગળવારે 69,560 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ ઘટીને 1,835 ડોલર પ્રતિ ઔંસ રહી ગયું હતું જ્યારે ચાંદી 26.78 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. નિષ્ણાતો અનુસાર, શેરોમાં તેજી તથા ડોલરના મજબૂત થવાથી સોના પર દબાણ બની રહ્યું. સોનુ વર્તમાન સ્થિતિમાં વૈશ્વિક બજારમાં 1820-1860 ડોલર પ્રતિ ઔંસ અને સ્થાનિક બજારમાં 47,700-48,300 રૂપિયા પ્રતિ દસ ગ્રામ વચ્ચે રહી શકે છે.

જાણકારો અનુસાર, 22 કેરેટ સોનાનો ભાવ(Gold rate) અમદાવાદમાં 47250 રૂપિયા અને સૂરતમાં 47250 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. તે જ રીતે 24 કેરેટનો ભાવ સૂરતમાં 50250 રૂપિયા અને અમદાવાદમાં 50250 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે.

આ પણ વાંચો…

હંમેશા સમય કરતા મોડી ચાલતી રેલ્વે ચાલી ટોપ સ્પીડમાં, આ કમાલ એક યુવકના ટ્વિટ દ્વારા થયુંઃ બાદમાં થયા ભારતીય રેલ્વે(Indian Railways) ના વખાણ- વાંચો શું છે મામલો