indian railway logo

હંમેશા સમય કરતા મોડી ચાલતી રેલ્વે ચાલી ટોપ સ્પીડમાં, આ કમાલ એક યુવકના ટ્વિટ દ્વારા થયુંઃ બાદમાં થયા ભારતીય રેલ્વે(Indian Railways) ના વખાણ- વાંચો શું છે મામલો

ટ્વિટ દ્વારા યુવકે રેલ્વે (Indian Railways) પ્રસાસનને કહ્યું હતું કે મારી બહેનની પરીક્ષા છે અને ટ્રેન અઢી કલાક લેટ છે

indian railway logo

નવી દિલ્હી, 04 ફેબ્રુઆરીઃ સામાન્ય રીતે ટ્રેનમાં મુસાફરી કરનારા વ્યક્તિને ખબર જ હોય છે કે ટ્રેન સમયસર પણ હોઇ શકે છે અથવા તેનાથી લેટ પણ હોઇ શકે છે. પરંતુ એક મુસાફરે ટ્રેન અઢી કલાક લેટ હોવાથી ટ્વિટ કર્યું હતું. તેણે લખ્યું કે સર મારી બહેનનું બીટીસીનું પેપર છે, પરંતુ જે ટ્રેનમાં તેનું રિઝર્વેશન હતું તે અઢી કલાક લેટ ચાલી રહી છે. તેવામાં તે પરીક્ષઆ નહીં આપી શકે. આ શબ્દો મઉના એક યુવકના છે. જેણે રેલવે વિભાગને ટેગ કરીને ટ્વિટ કર્યું. પછી તરત જ ભારતીય રેલવે(Indian Railways) વિભાગ દ્વારા આ ટ્વિટની નોંધ લેવામાં આવી અને ટ્રેનને ફુલ સ્પીડે દોડાવવામાં આવી અને જલ્દી વારાણસી પહોંચાડી.

ત્યારબાદ તે છાત્રા તેમાં બેસીને સમયસર પોતાના કોલેજ પહોંચી ગઇ અને પરીક્ષા આપી શકી. રેલવેના આ સરાહનિય કાર્ય બદલ ટ્વિટ કરનાર યુવક અને તેની બહેને રેલવે(Indian Railways)નો આભાર માન્યો છે.

ઉલ્લેખનીય છે કે ગાજીપુર જિલ્લાના નાજિયા તબસ્સુમ બીટીસીની વિદ્યાર્થીની છે. બુધવારે તેના બૈક પેપરની પરીક્ષા વારાણસીના વલ્લભ વિદ્યાપીઠ બાલિકા ઇંટર કોલેજમાં બપોરે 12 વાગ્યે હતી. તેણે છાપરા વારાણસી સિટી એક્સપ્રેસમાં મઉથી વારાણસી ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું હતું. ટ્રેનને મઉ જંક્શન ઉપક 6:25 ઉપર પહોંચવાનું હતું, પરંતુ અઢી કલાક લેટ પહોંચી. જેથી યુવકે આ ટ્વિટ કર્યું. નોંધનીય છે કે રેલ્વે સમયસર કરતા મોડી હોય તેવી માન્યતા બંધાઇ ગઇ છે. પરંતુ આ મદદ બાદ રેલ્વે(Indian Railways)એ પોતાની છાપમાં સુધારો કર્યો છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

Shankarsinh Vagela:પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા થયા કોંગ્રેસમાં સામેલ