gold price 1608029813

લાભાલાભઃ સોનુ ખરીદવા માંગો છો, તો અત્યારે જ ખરીદો, સોના અને ચાંદીના ભાવ(Gold rate)માં ઘટાડો

બજારમાં સોનાના ભાવ(Gold rate) 480 રૂપિયા તૂટી 47,702 રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોચ્યું

gold price 1608029813

બિઝનેસ ડેસ્ક, 03 ફેબ્રુઆરીઃ બજેટ જાહેર થયા બાદ દિલ્હી બુલેટિન બજારમાં સોનાના ભાવ(Gold rate) 480 રૂપિયા તૂટી 47,702 રૂપિયા પ્રતિ દસ ગ્રામ આવી ગયું છે. ત્યાં જ ચાંદી પણ 3,097 રૂપિયાના મોટા ઘટાડાને લઇ 70,122 રૂપિયા પ્રતિ કિલો પર વેચાઈ રહ્યું છે. એક્સપર્ટનું માનવું છે કે મંગળવારે બુલિયનની કિંમતમાં ઘટાડાના કારણે ગ્લોબલ બજારમાં ભાવ ઓછા થશે. ગયા કારોબારી સત્રમાં સોનાંના ભાવ 48,1892 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સેટલ થયા હતા. જયારે ચાંદી 73,219 રૂપિયા પ્રતિ કિલો પર હતું.

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ 1847 ડોલર પ્રતિ સરેરાશ અને ચાંદી 27.50 ડોલર પ્રતિ સરેરાશ કારોબાર કરતા જોવા મળી. બંનેની કિંમત ધાતુઓમાં ઘટાડા સાથે કારોબાર રહ્યું. રિપોર્ટ મુજબ, HDFC સિક્યોરિટીના સિનિયર એનાલિસ્ટ તપન પટેલનું કહેવુ છે કે અમેરિકામાં રાહત પેકેજ પર વાત આગળ વધવા પર જોર અને રોકાણકારોને નવા ટ્રિગર્સ નહિ મળવાથી સોનાની કિંમતમાં ઘટાડો રહ્યો. રોકાણકારો સાથે વેપારીઓએ પણ ફાયદાવસૂલી પર જોર આપ્યો છે. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસિસના વાઇસ પ્રેસિડન્ટ, કમોડિટી રિસર્ચ, નવનીત દમાનીનું કહેવું છે કે રોકાણકારોએ ઉપરી ભાવ પર ફાયદાવસૂલી કરી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2021-22 રજુ કરતા સોના અને ચાંદી(Gold rate) પર કસ્ટમ ડ્યુટી 12.5% ઘટાડી 7.5% કરવા એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, જુલાઈ 2019માં શુલ્ક 10%થી ઉપર કર્યા પછી કિંમતી ધાતુઓની કિંમતમાં તેજીથી વૃદ્ધિ થઇ છે. એને પાછળના સ્તરની નજીક લાવવા માટે આપડે સોના અને ચાંદી પર સીમા શુલ્ક યુક્તિસંગત બનાવી રહ્યાં છે.

આ પણ વાંચો…

Under water wedding: આ વર કન્યાએ 60 ફૂટ નીચે એકબીજાને વરમાળા પહેરાવી, લીધા પાણીમાં સાત ફેરા- જુઓ વીડિયો