Google pixel watch

Google Pixel Watch ની રાહ જોઈ રહેલા લોકો માટે ખરાબ સમાચાર; એક નવા રિપોર્ટમાં મોટો ખુલાસો

Google Pixel Watch: ગૂગલે દાવો કર્યો છે કે આવનારી વોચ કેટલાક જૂના હાર્ડવેર સાથે આવી શકે છે, જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સેમસંગના Exynos 9110 ચિપસેટનો ઉપયોગ Google Pixel Watchમાં થઈ શકે છે.

બિઝનેસ ડેસ્ક, 16 મે: Google Pixel Watch: Google એ તેની વાર્ષિક ઇવેન્ટ તેની Google Pixel વૉચને લોન્ચ કરી હતી.. લાંબા સમયથી રાહ જોવાતી આ વોચને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે કે તે ક્યારે બજારમાં આવશે.. ગૂગલે પિક્સેલ વોચ વિશે વધુ ખુલાસો કર્યો નથી પરંતુ તેની પુષ્ટિ કરી છે. કંપનીએ એ પણ જણાવ્યું છે કે વોચને આ વર્ષના અંતમાં Pixel 7 અને Pixel 7 Pro સાથે લોન્ચ કરવામાં આવશે. 

વર્ષ 2018માં આવી હતી ચિપસેટ

ચિપસેટ લગભગ ચાર વર્ષ જૂની છે કારણ કે Exynos 9110 ચિપસેટ 2018માં રજૂ કરવામાં આવ્યું હતું. અગાઉ એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે સ્માર્ટ વોચ Exynos W920 સાથે આવશે. પરંતુ ગુગલની સ્પષ્ટતા બાદ તમામ અહેવાલો પર પુર્ણ વિરામ મુકાઇ ગયું છે..

જાન્યુઆરી 2021 માં Google દ્વારા Fitbit ના ટેક ઓવરના એક વર્ષ કરતાં વધુ સમય પછી આ જાહેરાત આવી છે, જ્યારે Fitbit ટીમ Pixel Watch ના ડેવલપમેન્ટ પર કામ કરી રહી છે. Fitbit ના ડિવાઇઝ iPhones સાથે પણ સરળથી કનેક્ટેડ રહેતા.. 

ગૂગલ વોચની ખાસ ડિઝાઇન

વોચ રાઉન્ડ ડિઝાઇન ધરાવે છે, Google ના Wear OS સ્માર્ટવોચ સોફ્ટવેર પર કામ કરે છે અને તેમાં કેટલીક Fitbit હેલ્થ-ટ્રેકિંગ ફિચર્સ સામેલ છે.. ગૂગલે કિંમતની જાહેરાત કરી નથી, પરંતુ કહ્યું કે તે પ્રીમિયમ પ્રોડક્ટ તરીકે લોન્ચ કરવામાં આવશે..

મેપ્સ, વૉલેટ અને ગૂગલ આસિસ્ટન્ટ જેવા લોકપ્રિય ફિચર્સ Google એપ્સ Pixel વૉચનો ભાગ હશે. આ વોચને એપલ વોચ પર જોવા મળતા કસ્ટમાઈઝ્ડ બેન્ડ અને ટેક્ટાઈલ ક્રાઉન મળશે. કંપનીએ વોચની કિંમત, અવાઇબ્લિટી, ફીચર, બેટરી લાઇફ અથવા અન્ય હાર્ડવેર જેવા કે પ્રોસેસર, હેલ્થ સેન્સર અથવા ડિસ્પ્લે પ્રકાર વિશે જાહેરાત કરી નથી. (સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચો..Astrology: આ રાશિના લોકો ના સ્વભાવ ખૂબ જ રોમેન્ટિક હોય છે, પાર્ટનરને હંમેશા રાખે છે ખુશ

Gujarati banner 01