HDFC merger with HDFC Bank

HDFC merger with HDFC Bank: HDFC નું HDFC બેંકમાં થશે મર્જર, શેરધારકોને મળશે આ લાભ- વાંચો વિગત

HDFC merger with HDFC Bank: હાલમાં આ મર્જરને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સહિત અન્ય રેગ્યુલેટર્સ દ્વારા મંજૂરી મેળવવી પડશે

બિઝનેસ ડેસ્ક, 05 એપ્રિલઃ HDFC merger with HDFC Bank: દેશની અગ્રણી હોમ લોન ધિરાણકર્તા HDFCનું HDFC BANK સાથે મર્જર કરવામાં આવશે. હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન (HDFC) ના બોર્ડે તેની મંજૂરી આપી દીધી છે. મર્જર હેઠળ HDFC Bankના 42 શેરને બદલે HDFCના 25 શેર ઉપલબ્ધ થશે.

આ મર્જર પછી HDFC બેંકનો હાઉસિંગ લોન પોર્ટફોલિયો ઘણો મજબૂત બનશે. આ ઉપરાંત તેને એચડીએફસીના ગ્રાહકોનો પણ લાભ મળશે. આ મર્જર બાદ HDFC બેંકમાં HDFCનો હિસ્સો 41 ટકા થઈ જશે. હાલમાં આ મર્જરને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સહિત અન્ય રેગ્યુલેટર્સ દ્વારા મંજૂરી મેળવવી પડશે. આજે આ બંને શેરોમાં બમ્પર તેજી જોવા મળી રહી છે.

રિપોર્ટ અનુસાર HDFCની કુલ સંપત્તિ 6.23 લાખ કરોડ રૂપિયા છે જ્યારે HDFC બેંકની કુલ સંપત્તિ 19.38 લાખ કરોડ રૂપિયા છે. એવું માનવામાં આવે છે કે આ ટ્રાન્ઝેક્શન પછી HDFC બેન્કનું અસુરક્ષિત લોનનું એક્સપોઝર ઘટશે. આનો અર્થ એ છે કે તેની એસેટ ગુણવત્તામાં સુધારો થશે. એવું માનવામાં આવે છે કે આ મર્જર નાણાકીય વર્ષ 2023-24 ના બીજા અથવા ત્રીજા ક્વાર્ટર સુધીમાં પૂર્ણ થઈ જશે.

આ પણ વાંચોઃ Angarika chauth: આજે નવરાત્રિનું ચોથું નોરતુ અને અંગારીકા ચોથનો શુભ સંયોગ, વાંચો આ દિવસની ધાર્મિક માન્યતા વિશે

મર્જરના સમાચાર સામે આવ્યા બાદ બંને શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. 4 એપ્રિલ સવારે 10 વાગ્યે HDFC બેંકનો શેર 10.25 ટકાના વધારા સાથે 1660 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. રૂ. 1725 તેની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. HDFCનો શેર 14.25 ટકાના વધારા સાથે રૂ. 2801 પર ટ્રેડ કરી રહ્યો હતો. 52 સપ્તાહની ઊંચી કિંમત 3021 રૂપિયા છે. HDFC લાઇફ ઇન્સ્યોરન્સનો શેર 6 ટકા વધીને રૂ. 583ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. રૂ. 775 તેની 52 સપ્તાહની ઊંચી સપાટી છે.

ઉલ્લેખનીય છે કે, બંધન બેન્ક 2.3 ટકા વધીને રૂ. 327ના સ્તરે ટ્રેડ થઈ રહી છે. 52 સપ્તાહની ઊંચી સપાટી 365 રૂપિયા છે. HDFC લિમિટેડ બંધન બેંકમાં 9.89 ટકા હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચોઃ Dehydration: ગરમીની સિઝનમાં શરીરને હાઈડ્રેટ રાખવા આ પીણાંનું અચૂક કરો સેવન

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.