Mansukh Mandvia

ગુજરાત માટે રાહતના સમાચાર: હવે મ્યુકર માઇકોસીસ(mucormycosis) દર્દીઓના પરિવારને આસાનીથી મળી રહેશે ઈન્જેક્શન, કેન્દ્રિય મંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હી, 21 મેઃ મ્યુકર માઇકોસીસ(mucormycosis) માટે જરૂરી ઇન્જેક્શનની અછત સર્જાઇ રહી છે. જેથી અન્ય 5 કંપનીના ઇન્જેક્શનને કેન્દ્ર ટૂંક સમયમાં મંજુરી આપશે. હાલમાં 6 કંપનીઓ ઇંજેકશન બનાવી રહી છે. આગામી 3 દિવસમાં વધુ 5 કંપનીને મંજુરી મળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાની મહામારી તો હતી જ હવે મ્યુકરમાઇકોસિસ(mucormycosis)ને પણ મહામારી ઘોષિત કરાઇ છે. સીએમના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

mucormycosis

આ પણ વાંચો….

BIG NEWS: ગુજરાતમાં મ્યુકોર માયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી- વાંચો વધુ વિગતે