Increase in Reliance Jio users: મે મહિનામાં રિલાયન્સની છલાંગ, નવા 31 લાખ યૂઝર્સ જોડાયા, VIને ફટકો, 7 લાખથી વધુ ગ્રાહકો ગુમાવ્યા

Increase in Reliance Jio users: સુનિલ મિત્તલના વડપણ હેઠળની ભારતી એરટેલે આ જ સમયગાળામાં 10.20 લાખ નવા ગ્રાહકોને પોતાના નેટવર્કમાં સામેલ કર્યા

બિઝનેસ ડેસ્ક, 22 જુલાઇઃ Increase in Reliance Jio users: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મે મહિના માટે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ જીયોએ મેમાં 31 લાખ નવા મોબાઇલ યૂઝર્સ ઉમેર્યા છે, જ્યારે સુનિલ મિત્તલના વડપણ હેઠળની ભારતી એરટેલે આ જ સમયગાળામાં 10.20 લાખ નવા ગ્રાહકોને પોતાના નેટવર્કમાં સામેલ કર્યા છે. જ્યારે બીજી તરફ વોડાફોન આઇડિયાને સૌથી વધુ નુકસાન થતા 7.5 લાખથી વધુ ગ્રાહકો ગુમાવ્યા છે.

જીયોના સૌથી વધુ યૂઝર્સ

ટ્રાઇના આંકડા પર નજર કરીએ તો, રિલાયન્સ જીયોના કુલ મોબાઇલ યૂઝર્સની સંખ્યા 40.87 કરોડ હતી, જ્યારે ભારતી એરટેલના કુલ ગ્રાહક 36.21 કરોડ સુધી પહોંચી ગયા છે. જ્યારે મે સુધી વોડાફોન આઇડિયાના કુલ ગ્રાહક 25.84 કરોડ અને BSNLના 11.28 કરોડ યૂઝર્સ હતા. બીજી તરફ, આ જ સમયગાળામાં MTNLના 3.24 કરોડ યૂઝર્સ નોંધાયા છે.

BSNLથી પણ વધુ વોડાફોન આઇડિયાને નુકસાન

ટ્રાઇના આંકડા અનુસાર નુકસાનની વાત કરીએ તો, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ને 2,655 ગ્રાહકોનું નુકસાન થયું છે. જ્યારે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ 5.31 લાખ યૂઝર્સ ગુમાવ્યા છે, જ્યારે વોડફોન આઇડિયાએ BSNLથી પણ વધુ 7.59 લાખ યૂઝર્સ ગુમાવ્યા છે.

આ પણ વાંચોઃ Acne Remedies: તમારા અનિચ્છનીય ડાઘ (ખીલ) ની સારવાર માટે ઉપયોગી ટીપ્સ

માર્કેટમાં હિસ્સો

બજાર હિસ્સાની દૃષ્ટિએ જીયોનો હિસ્સો 35.69 ટકા રહ્યો હતો. જ્યારે ભારતી એરટેલ 31.62 ટકા હિસ્સેદારી રહી હતી. વોડફોન આઇડિયાનો બજાર હિસ્સો 22.56 ટકા હતો, જ્યારે BSNLની માર્કેટ શેર 9.85 ટકા હતી. તે ઉપરાંત એમટીએનએલનો બજારમાં હિસ્સો માત્ર 0.28 ટકા હતો.  

વાયર્ડ અને વાયરલેસ કનેક્શનમાં પણ જીયો ટોપ પર

વાયર્ડ અને વાયરલેસ સેવાઓના બજાર હિસ્સાની દૃષ્ટિએ પણ રિલાયન્સે બાજી મારી છે. રિલાયન્સ જીયો 52.18 ટકાના માર્કેટ શેર સાથે ટોપ પર છે. જ્યારે ભારતી એરટેલ 27.32 ટકા સાથે યાદીમાં બીજા સ્થાને છે. વોડાફોન આઇડિયા, બીએસએનએલ, અટરિયા કન્વર્ઝેંસ અને અન્ય સેવા આપતા ઓપરેટર્સનો બજાર હિસ્સો અનુક્રમે 15.51 ટકા, 3.21 ટકા, 0.2 ટકા અને 1.52 ટકા રહ્યો છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ July Month Rashi bhavishya: આ રાશિના જાતકોને જુલાઈના અંત સુધી મજા આવશે, પૈસાનો વરસાદ થશે, જુઓ શું તમે પણ આ યાદીમાં સામેલ છો

Gujarati banner 01