doctor strike

Today Doctors on strike: આજે ગુજરાતમાં ૩૦ હજારથી વધુ ખાનગી ડોક્ટરોની હડતાળ પર, ઓપીડી, ઈમજરજન્સી સહિતની સેવા બંધ- આ વાતે થઇ રહ્યો છે વિરોધ

Today Doctors on strike: રાજ્યભરની હોસ્પિટલોને ૭ દિવસની અંદર તેનું પાલન કરવા નોટિસ મળી રહી છે. રાજ્યભરની ૪ હજારથી વધુ ખાનગી હોસ્પિટલો હડતાળ પાડી તેનો વિરોધ નોંધાવશે

અમદાવાદ, 22 જુલાઇઃ Today Doctors on strike: આઇસીયુ ફરજીયાત ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાની નોટિસના વિરોધમાં રાજ્યભરની ખાનગી હોસ્પિટલો, લેબોરેટરી શુક્રવારે સવારે ૭ થી શનિવારે સવારે ૭ સુધી હડતાળ પાડશે. રાજ્યભરના ૩૦ હજારથી વધુ તબીબો આ હડતાળમાં જોડાશે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.

હાઇકોર્ટે રીટ પીટિશનમાં મૌખિક આદેશો દ્વારા રાજ્ય સરકારને ગ્રાઉન્ડ ફ્લોર પર આઇસીયુ હોવું જોઇએ તેમજ કાચના ફસાદ દૂર કરવા અંગે અમુક જોગવાઇ લાગુ કરવા સૂચના આપી છે. રાજ્યભરની હોસ્પિટલોને ૭ દિવસની અંદર તેનું પાલન કરવા નોટિસ મળી રહી છે. રાજ્યભરની ૪ હજારથી વધુ ખાનગી હોસ્પિટલો હડતાળ પાડી તેનો વિરોધ નોંધાવશે. હડતાળને પગલે આજે ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી, ઈમરજન્સી સેવા પણ બંધ રહેશે.આ ઉપરાંત પ્લાન્ડ સર્જરી પણ આવતીકાલે નહીં કરવામાં આવે. આમ, આવતીકાલે હજારો ઓપરેશન્સ પણ રાખવામાં આવશે. 

આ પણ વાંચોઃ Increase in Reliance Jio users: મે મહિનામાં રિલાયન્સની છલાંગ, નવા 31 લાખ યૂઝર્સ જોડાયા, VIને ફટકો, 7 લાખથી વધુ ગ્રાહકો ગુમાવ્યા

આ અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત પાંખે જણાવ્યું છે કે, ‘આઇસીયુને ફરજીયાત ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાનો નિર્ણય વ્યવાહરિક રીતે શક્ય જ નથી. આવતીકાલે સવારે ૧૧ઃ૧૫ કલાકે અમદાવાદ મેડિકલ એસોસિયેશન હાઉસ-આશ્રમ રોડ ખાતે અમદાવાદના તમામ ડોક્ટર એકત્ર થઇને વિરોધ નોંધાવશે.

આ ઉપરાંત કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર, મુખ્યમંત્રી, સાંસદોને પણ આ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવશે. આ પ્રકારનો વિરોધ રાજ્યભરમાં કરાશે. ‘ ઈમરજન્સીમાં આવતા દર્દીએ આવતીકાલે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડશે. આ અંગે અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, ‘આવતીકાલે ઓપીડી, ઈમરજન્સીમાં દર્દીઓનું પ્રમાણ વધી શકે છે અને આ સ્થિતિ માટે સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ સજ્જ છે. ‘

આ પણ વાંચોઃ Acne Remedies: તમારા અનિચ્છનીય ડાઘ (ખીલ) ની સારવાર માટે ઉપયોગી ટીપ્સ

Gujarati banner 01