JIO જિયો પ્લેટફોર્મ્સનો વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી કંપનીઓની યાદીમાં સમાવેશ

JIO: વિશ્વ પ્રસિદ્ધ ટાઇમ મેગેઝીને રજૂ કરેલી યાદીમાં બે ભારતીય કંપનીઓ

મુંબઈ, 28 એપ્રિલ: JIO: ટાઇમ મેગેઝીન દ્વારા વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી કંપનીઓની જારી કરવામાં આવેલી યાદીમાં રિલાયન્સ જૂથના ડિજિટલ સાહસ જિયો પ્લેટફોર્મ્સને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત થયું છે. આ યાદીમાં અન્ય એક ભારતીય કંપની બૈજુને પણ સ્થાન મળ્યું છે. ટાઇમ મેગેઝીને તેની વેબસાઇટ પર જારી કરેલી યાદીમાં જણાવ્યું છે કે, પહેલીવાર જારી કરાયેલી ટાઇમ100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ કંપનીઝની યાદીના કેન્દ્રમાં એવી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ભવિષ્યની રૂપરેખા તૈયાર કરે છે.

આ યાદી તૈયાર કરવા માટે ટાઇમ દ્વારા (JIO) સ્વાસ્થ સંભાળ, મનોરંજન, વાહનવ્યવહાર, ટેક્નોલોજી સહિતના ક્ષેત્રોની કંપનીઓનું આવેદન આવકાર્યું હતું અને તેમની સુસંગતતા, તેમની અસરો, નાવિન્ય, નેતૃત્વ, મહત્વાકાંક્ષાઓ અને સફળતાઓ સહિતના પરિમાણો પર ચકાસણી કરવામાં આવી હતી. “પરિણામોમાં 100 સંસ્થાનોનું વૈવિધ્ય જોઈ શકાય છે, રિસાયકલ કરવાની ચાતુર્યપૂર્ણ ટેક્નોલોજી વિકસાવનારા સ્ટાર્ટઅપથી લઈને નાણાંનું ભવિષ્ય તૈયાર કરનારી ક્રિપ્ટોકરન્સીથી (આજને) આવતીકાલ માટે વેક્સિન શોધનારી ફાર્મા કંપનીઓનો આ યાદીમાં સમાવેશ થયો છે. આ વ્યવસાયો સાથે મળીને – તેમનું નેતૃત્વ કરનારા ભવિષ્યની કેડી કંડારવામાં મોટી મદદ કરી રહ્યા છે,” તેમ મેગેઝીને જણાવ્યું હતું.

Whatsapp Join Banner Guj

આ યાદીમાં જિયોનો સમાવેશ ઝૂમ, એડિદાસ, ટીકટોક, આઇકિયા, મોડર્ના અને નેટફ્લિક્સ જેવી નાવિન્યપૂર્ણ કંપનીઓ સાથે કરવામાં આવ્યો છે. “છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઈ સ્થિત ઔદ્યોગિક જૂથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ભારતનું સૌથી મોટું 4G નેટવર્ક (JIO) સ્થાપ્યું છે જે વિશ્વમાં સૌથી ઓછા (એક જીબી ડેટા માટે 5 સેન્ટ કરતાં પણ ઓછા) દરે સેવા પૂરી પાડે છે. “તેના 410 મિલિયન ગ્રાહકો સુધી પહોંચવા માટે – હાલ અગ્રણી રોકાણકારો જિયો પ્લેટફોર્મ્સ – જે રિલાયન્સના ડિજિટલ બિઝનેસનું સંચાલન કરે છે તેના તરફ વળી રહ્યા છે,” તેમ મેગેઝીને જણાવ્યું હતું.

આ રોકાણકારોમાં વોટ્સએપ આધારિત ઇ-કોમર્સ પ્લેટફોર્મ વિકસાવનાર ફેસબૂક અને સસ્તા 5G સ્માર્ટફોન્સ લાવવાની તૈયારી કરનાર ગૂગલનો સમાવેશ થાય છે. ગત વર્ષે જિયો (JIO)એ 20 બિલિયન યુએસ ડોલરની મૂડી ઊભી કરી હતી, જે તેની ઝડપથી વધી રહેલી લોકપ્રિયતા અને મૂલ્યની ગવાહી આપે છે. બૈજુનો સમાવેશ ટેસ્લા, હુવેઈ, શોપિફાય, એરબીએનબી અને ડીડી ચુક્સિંગ જેવી કંપનીઓ સાથે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…Reliance industries: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૦૦૦ બેડ ક્ષમતા-ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે

ADVT Dental Titanium

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *