arvind kejriwal in jail

Delhi Liquor Scam Case: EDએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ડિજિટલ પુરાવાનો નાશ કરવાના લગાવ્યા ગંભીર આરોપ લગાવ્યા

Delhi Liquor Scam Case: ઈડીએ દારૂ કૌભાંડના કેસમાં આમ આદમી પાર્ટીને પણ પક્ષકાર બનાવી છે

whatsapp banner

નવી દિલ્હી, 27 એપ્રિલઃ Delhi Liquor Scam Case: સંજય સિંહ જ્યારથી જેલમાંથી છૂટીને બહાર આવ્યા છે, અરવિંદ કેજરીવાલને ચર્ચામાં રાખવાનો પ્રયત્ન કરે છે અને ઘણી વખત સફળ પણ રહે છે. અરવિંદ કેજરીવાલને લઈને સંજય સિંહના રાજકીય નિવેદન ઘણાં આક્રમક હોય છે અને સંબંધિત પક્ષને સ્પષ્ટતા પણ આપવી પડે છે.

સંજય સિંહે તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલની સાથે ગુનેગારો અને આતંકવાદીઓ જેવું વર્તન થતું હોવાના આરોપ લગાવ્યા છે અને ઘણી વખત તેમના નિશાને વડાપ્રધાન મોદી અને દિલ્હીના ડેપ્યુટી ગવર્નર વી. કે. સક્સેના હોય છે.

આ પણ વાંચો:- PM Modi on EVM Judgement: ઈવીએમ અને વીવીપેટ પર સુપ્રીમ કોર્ટના વિપક્ષ પર કરારા તમાચા, પીએમ મોદીએ શું કહ્યુ..

અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે, જેની સામે ઈડીએ સોગંદનામું દાખલ કરીને તેમની સામે ડિજિટલ પુરાવાનો નાશ કરવાના ગંભીર આરોપ લગાવ્યા છે. જો તપાસ એજન્સીએ આરોપોને સાબિત કરી દીધા તો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું રાજકારણ ખતમ થઈ જવાનું પણ જોખમ છે. ઈડીએ દારૂ કૌભાંડના કેસમાં આમ આદમી પાર્ટીને પણ પક્ષકાર બનાવી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો