Jio Air Fiber Launch

Jio Air Fiber Launch: આ 8 મેટ્રો શહેરોમાં લોન્ચ થયું જિયો એર ફાઇબર, વાંચો વિગતે…

Jio Air Fiber Launch: જિયો ફાઇબર સેવા દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને પુણેમાં લોન્ચ થઈ

બિજનેસ ડેસ્ક, 19 સપ્ટેમ્બરઃ Jio Air Fiber Launch: જિયો એર ફાઇબર દેશના 8 મેટ્રો શહેરોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જિયો એર ફાઇબર એ એક સંકલિત એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન છે જે હોમ એન્ટરટેઇનમેન્ટ, સ્માર્ટ હોમ સર્વિસ અને હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ જેવી સેવાઓ પ્રદાન કરશે. જિયો એર ફાઇબર ઓનલાઈન અને ઓફલાઈન બુક કરી શકાય છે.

બુકિંગ પ્રક્રિયા 60008-60008 પર મિસ્ડ કોલ આપીને અથવા www.jio.com પર જઈને કરી શકાય છે. કંપનીએ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને પુણેમાં જિયો એર ફાઇબર સેવાને લાઈવ કરી છે. કંપનીએ બજારમાં એર ફાઈબર અને એર ફાઈબર મેક્સ નામના બે પ્લાન લોન્ચ કર્યા છે.

એર ફાઇબર પ્લાનમાં ગ્રાહકને બે પ્રકારના સ્પીડ પ્લાન મળશે, 30 Mbps અને 100 Mbps. કંપનીએ પ્રારંભિક 30 Mbps પ્લાનની કિંમત 599 રૂપિયા રાખી છે. જ્યારે 100 Mbps પ્લાનની કિંમત 899 રૂપિયા રાખવામાં આવી છે. બંને પ્લાનમાં ગ્રાહકને 550થી વધુ ડિજિટલ ચેનલ્સ અને 14 એન્ટરટેઈનમેન્ટ એપ્સ મળશે.

એર ફાઇબર પ્લાન હેઠળ કંપનીએ 100 Mbps સ્પીડ સાથે 1199 રૂપિયાનો પ્લાન પણ રજૂ કર્યો છે. જેમાં ઉપરોક્ત ચેનલો અને એપ્સની સાથે Netflix, Amazon અને Jio Cinema જેવી પ્રીમિયમ એપ્સ પણ ઉપલબ્ધ હશે. જે ગ્રાહકોને વધુ ઈન્ટરનેટ સ્પીડ જોઈતી હોય તેઓ ‘એર ફાઈબર મેક્સ’ પ્લાનમાંથી કોઈ એક પસંદ કરી શકે છે. કંપનીએ માર્કેટમાં 300 Mbps થી 1000 Mbps એટલે કે 1 Gbps સુધીના ત્રણ પ્લાન લોન્ચ કર્યા છે. 300 Mbpsની સ્પીડ 1499 રૂપિયામાં મળશે.

ગ્રાહકને 2499 રૂપિયામાં 500 Mbps સુધીની સ્પીડ મળશે. અને જો ગ્રાહક 1 Gbps સ્પીડ સાથે પ્લાન લેવા માંગે છે, તો તેણે 3999 રૂપિયા ખર્ચવા પડશે. 550 થી વધુ ડિજિટલ ચેનલો, 14 મનોરંજન એપ્લિકેશન્સ અને નેટફ્લિક્સ, એમેઝોન અને જિયો સિનેમા જેવી પ્રીમિયમ એપ્લિકેશન્સ પણ તમામ યોજનાઓ સાથે ઉપલબ્ધ હશે.

જિયોનું ઓપ્ટિકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર ભારતમાં 15 લાખ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. કંપનીએ અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ જગ્યાને તેની જિયો ફાઇબર સેવા સાથે જોડી છે.

હજી પણ કરોડો જગ્યાઓ અને મકાનો એવા છે જ્યાં વાયર એટલે કે ફાઈબર કનેક્ટિવિટી પૂરી પાડવી ખૂબ જ મુશ્કેલ છે. જિયો એર ફાઇબર છેલ્લા માઇલ કનેક્ટિવિટીની મુશ્કેલીને સરળ બનાવશે. કંપનીને જિયો એર ફાઇબર દ્વારા 20 કરોડ ઘરો અને પરિસરોમાં પહોંચવાની આશા છે.

જિયો એર ફાઇબરના લોન્ચિંગ પર બોલતા, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું, “અમારી ફાઈબર-ટુ-ધ-હોમ સર્વિસ, જિયો ફાઇબર 1 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપે છે. જેમાં દર મહિને હજારો લોકો જોડાય છે. પરંતુ લાખો ઘરો અને નાના ઉદ્યોગો હજુ પણ જોડવાનું બાકી છે.

આ પણ વાંચો… Ambaji Bhadravi Poonam Mahamelo-2023: અંબાજી ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો