Jio download speed: જૂન મહિનામાં 21.9 mbps ડાઉનલોડ સ્પીડ સાથે જિયો સૌથી ઝડપી: ટ્રાઈ

Jio download speed: ડાઉનલોડ સ્પીડ વપરાશકર્તાઓને ઇન્ટરનેટ પર કન્ટેન્ટ એક્સેસ કરવામાં મદદ કરે છે, જ્યારે અપલોડ સ્પીડ વપરાશકર્તાને તેમના કોન્ટેક્ટ્સને ફોટોગ્રાફ્સ અને વીડિયો મોકલવામાં મદદ કરે છે.


નવી દિલ્હી, 12 જુલાઈ: Jio download speed: જૂન મહિનામાં સરેરાશ ડાઉનલોડ સ્પીડમાં 21.9 મેગાબાઇટ પ્રતિ સેકન્ડની સ્પીડ સાથે 4G ઇન્ટરનેટ સેગમેન્ટમાં રિલાયન્સ જિયોએ તેનું અગ્રગણ્ય સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે વોડાફોન આઇડિયાએ અપલોડ સ્પીડમાં 6.2 mbps સ્પીડ સાથે ટોચનું સ્થાન જાળવ્યું છે, તેમ ટેલિકોમ રેગ્યૂલેટર ટ્રાઈ દ્વારા જારી કરાયેલી વિગતોમાં જણાવવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj

રિલાયન્સ જિયોના 4G નેટવર્કની સ્પીડ (Jio download speed) જૂન મહિનામાં નોંધપાત્ર રીતે વધી છે અને જિયોની ડાઉનલોડ સ્પીડ તેના નજીકના પ્રતિસ્પર્ધી વોડાફોન આઇડિયા કરતાં ત્રણ ગણી વધુ છે. જૂન મહિનામાં વોડાફોન આઇડિયાની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 6.5 mbps નોંધાઈ હતી.એરટેલની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ નોંધપાત્ર રીતે વધવા છતાં સૌથી ઓછી 5 mbps રહી છે, તેમ ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) દ્વારા પ્રકાશિત વિગતોમાં જણાવવામાં આવ્યું હતું.

ડાઉનલોડ સ્પીડ (Jio download speed) વપરાશકર્તાઓને ઇન્ટરનેટ પર કન્ટેન્ટ એક્સેસ કરવામાં મદદ કરે છે, જ્યારે અપલોડ સ્પીડ વપરાશકર્તાને તેમના કોન્ટેક્ટ્સને ફોટોગ્રાફ્સ અને વીડિયો મોકલવામાં મદદ કરે છે.ટ્રાઇના જણાવ્યા મુજબ, વોડાફોન આઇડિયાની મે મહિનામાં અપલોડ સ્પીડ 6.2 mbps રહી હતી. ત્યારબાદ રિલાયન્સ જિયોની અપલોડ સ્પીડ 4.8 mbps અને ભારતી એરટેલની અપલોડ સ્પીડ 3.9 mbps હતી. સરકાર હસ્તકની ટેલિકોમ કંપની BSNL દ્વારા કેટલાક પસંદગીના વિસ્તારોમાં 4G સેવાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ ટ્રાઈ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં તેની સ્પીડનો કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નથી.

આ પણ વાંચો…Jalaram mandir: જામનગર માં ગાયો માટે શું અનોખું યોજાયું જાણો….

માયસ્પીડ એપ્લિકેશન દ્વારા રિયલ ટાઇમ બેઝીઝ પર સમગ્ર દેશમાં એકત્ર કરવામાં આવેલી વિગતોના આધારે ટ્રાઈ દ્વારા સરેરાશ સ્પીડનો ડેટા જારી કરવામાં આવે છે.