Jalaram mandir: જામનગર માં ગાયો માટે શું અનોખું યોજાયું જાણો….

Jalaram mandir: અષાઢીબીજ પર કૃષ્ણપ્રિય ગાયો ને ધરવામાં આવ્યો 31 વાનગી નો અન્નકોટ

Jalaram mandir: અષાઢીબીજ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવે છે તેમજ ઠેર ઠેર કાળિયા ઠાકોર ની રથયાત્રા અને એક ધાર્મિક આયોજનો થતાં હોય છે ત્યારે જામનગર માં જલારામ બાપા ના મંદિર ખાતે ભગવાન શ્રી ક્રુષ્ણ ને પ્રિય ગાયો માટે અનેક વાનગીઓ નો અન્નકોટ બનાવી લોકો ના દર્શન માટે મૂકવામાં આવ્યો હતો

 જામનગર ના હાપા સ્થિત જલારામ મંદિર (Jalaram mandir) ખાતે આજે અષાઢીબીજ નિમિતે ભગવાન શ્રી ક્રુષ્ણ ગોવાળિયા ને અતિ પ્રિય ગાયો માટે સૌપ્રથમ વખત ગૌચારા અન્નકોટ દર્શન નું વિશેષ આયોજન જલારામ સેવા ટ્રસ્ટ હાપા, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હૉલ, મંગલા વિઠ્ઠલેશ ગૌશાળા તથા જલારામ મંદિર હાપા ના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવાં આવ્યું હતું

Whatsapp Join Banner Guj

આ (Jalaram mandir) ગૌચારા અન્નકોટ માં લીલું, શાકભાજી, ફૂર્ટ, ગોળ, ભૂસો, લાદવા, ગોળપાપડી જેવી 31 વાનગીઓ મૂકવામાં આવી હતી જલારામબાપા ના મંદિર ખાતે આ અન્નકોટ ના દર્શન કરવા અને નિહાળવા માટે મોટી સંખ્યા માં જલારામ ભક્તો અને દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આયોજકો દ્વારા આ તમામ આયોજન સરકાર ની કોરોના ની ગાઈડલાઇન અનુસાર કરવામાં આવ્યું હતું અને તેનું પાલન કરવામાં આવ્યું હતું

Jalaram mandir Cow puja

આ પણ વાંચો…Vadodara rathyatra: ભક્તિ શાંતિ અને ભાઈચારાના સૌહાર્દભર્યા વાતાવરણમાં વડોદરામાં ૪૦ મી રથ યાત્રા સંપન્ન

Jalaram mandir: આ તકે લોહાણા સમાજ ના અગ્રણી વિપુલભાઈ કોટક, રમેશભાઈ દતાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અન્નકોટ ના દર્શન નો લાભ લીધો હતો