Jio Emergency Data Loan: ડેટા પુરો થઇ જવા પર ચિંતા ન કરો, કંપનીએ શરુ કરી ડેટા લોન નામની નવી સર્વિસ- વાંચો વિગત

Jio Emergency Data Loan: ડેટા લોન 1GB પેકમાં અવેલેબલ છે. ડેટા લોન પેક 11 રૂપિયા પ્રતિ પેક અર્થાત 11 રૂપિયા પ્રતિ GBની કિંમત પર યુઝર્સને મળશે.

બિઝનેસ ડેસ્ક, 04 જુલાઇઃ Jio Emergency Data Loan: રિલાયન્સ જિયોએ પ્રીપેઈડ યુઝર્સ માટે ડેઈલી ડેટા લિમિટ પૂરી થયા બાદ ડેટા લોન સર્વિસ શરૂ કરી છે. દેશમાં પ્રથમ વખત કોઈ ટેલિકોમ કંપની ડેટા લોન આપી રહી છે. ડેટા લોન 1GB પેકમાં અવેલેબલ છે. ડેટા લોન પેક 11 રૂપિયા પ્રતિ પેક અર્થાત 11 રૂપિયા પ્રતિ GBની કિંમત પર યુઝર્સને મળશે. દરેક યુઝર્સ કુલ 5 પેક અર્થાત 5GB સુધી ડેટા લોન લઈ શકશે.

‘રિચાર્જ નાઉ એન્ડ પે લેટર’ સર્વિસમાં ગ્રાહક પોતાની જરૂરિયાત પ્રમાણે ડેટા લોન લઈ શકશે. ડેટા લોન લેવાની શરત એ રહેશે કે ગ્રાહક પાસે કોઈ એક્ટિવ પ્લાન હોવો જોઈએ. ડેટા લોન પેકની વેલિડિટી યુઝરના હાલના પ્લાનની વેલિડિટી સુધી એક્ટિવ રહેશે. અર્થાત ગ્રાહક જો 5 પેક ડેટા લોન લે છે તો તેની વેલિડિટી ગ્રાહકનો બેઝિક પ્લાન એક્ટિવ રહે ત્યાં સુધી એક્ટિવ રહેશે.

Whatsapp Join Banner Guj

કંપનીનું માનવું છે કે ઘણા પ્રીપેઈડ કનેક્શન યુઝ કરનારા ગ્રાહકો ડેઈલી ડેટા લિમિટ પૂરી થઈ ગયા બાદ વિવિધ કારણોસર તરત ડેટા ટોપ અપ નથી કરી શકતા. તેથી તેઓ હાઈ સ્પીડ ડેટાથી વંછિત રહે છે. ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખતા હવે જિયોએ 1GB પેકમાં ડેટા લોન શરૂ કરી છે.

(Jio Emergency Data Loan)ડેટા લોન લેવાની પદ્ધતિઃ

  • MyJio એપ ઓપન કરો અને પેજની ડાબી બાજુ ‘મેન્યુ’ પર જાઓ.
  • મોબાઈલ સર્વિસ હેઠળ ‘ઈમર્જન્સી ડેટા લોન’ની પસંદગી કરો.
  • ‘ઈમર્જન્સી ડેટા લોન’ બેનર પર ક્લિક કરો.
  • ‘ગેટ ઈમર્જન્સી ડેટા’ વિકલ્પ પસંદ કરો.
  • ઈમર્જન્સી ડેટા લોન લેવા માટે ‘એક્ટિવ નાઉ’ પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ New rules driving license: માર્ગ અને પરિવહન મંત્રાલયએ આ નિયમોમાં કર્યો ફેરફાર, RTO માં નહીં આપવો પડે ડ્રાઇવિંગ ટેસ્ટ- વાંચો વિગત