Driving Licence

New rules driving license: માર્ગ અને પરિવહન મંત્રાલયએ આ નિયમોમાં કર્યો ફેરફાર, RTO માં નહીં આપવો પડે ડ્રાઇવિંગ ટેસ્ટ- વાંચો વિગત

New rules driving license: ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમ 1લી જુલાઇથી લાગુ થઇ, જે એવાં ખાનગી ડ્રાઇવિંગ સેન્ટરોને જ કામ કરવાની પરવાનગી આપશે

નવી દિલ્હી, 04 જુલાઇઃ New rules driving license: ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે RTO જઇને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂરિયાત નહીં પડે. માર્ગ અને પરિવહન મંત્રાલયએ ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેનાથી કરોડો લોકો કે જેઓ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની પ્રયત્નમાં લાગ્યા છે, પરંતુ વેઇટિંગ લાંબુ હોવાના કારણે ઘણો સમય લાગતો હોય છે, તેઓને હવે વધારે રાહ નહીં જોવી પડે અને ન તો RTO સુધી વારંવાર ચક્કર લગાવવા પડે.

માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, કોઇ પણ વ્યક્તિ કે જેને સરકારી માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરથી ટેસ્ટ પાસ કરેલ છે તો તેને લાયસન્સ માટે એપ્લાય કરતી વેળાએ RTO માં યોજાનારા ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી બાકાત રાખવામાં આવશે એટલે કે મુક્ત રાખવામાં આવશે, એટલે કે તેને RTO માં ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં આપવાનો રહે. તેનું ડ્રાઇવિંગ લાયસન્સ પ્રાઇવેટ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરના સર્ટિફિકેટ પર જ બનાવી દેવામાં આવશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમ 1લી જુલાઇથી લાગુ થઇ જશે, જે એવાં ખાનગી ડ્રાઇવિંગ સેન્ટરોને જ કામ કરવાની પરવાનગી આપશે કે જેઓએ રાજ્ય ટ્રાન્સપોર્ટ ઓથોરિટી તરફથી અથવા તો પછી કેન્દ્ર સરકાર તરફથી માન્યતા આપવામાં આવી હોય. આ ટ્રેનિંગ સેન્ટરોની માન્યતા 5 વર્ષ માટે હશે. ત્યાર બાદ તેને સરકાર દ્વારા રિન્યુઅલ કરાવવાનું રહેશે. સરકારના આ નિર્ણયથી ખાનગી પ્રાઇવેટ ટ્રેનિંગ સ્કૂલની અલગથી ઇન્ડસ્ટ્રી ઊભી થઇ શકે છે.

Whatsapp Join Banner Guj

આ છે(New rules driving license) નવા નિયમોઃ ટ્રેનિંગ સેન્ટરોને લઇને માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી કેટલીક ગાઇડલાઇન અને શરતો પણ છે. જેમાં ટ્રેનિંગ સેન્ટરોના ક્ષેત્રફળથી લઇને ટ્રેનરની શિક્ષા સુધી શામેલ છે.

  • અધિકૃત એજન્સી એ સુનિશ્ચિત કરશે કે, ટુવ્હીલર, થ્રી વ્હીલર અને હલ્કા મોટર વ્હીકલોના ટ્રેનિંગ સેન્ટરો પાસે ઓછાંમાં ઓછી એક એકર જમીન હશે, મધ્યમ અને ભારે યાત્રી માલવાહનો અથવા તો ટ્રેલરો માટે સેન્ટરો માટે બે એકર જમીનની જરૂરિયાત રહેશે.
  • ટ્રેનર ઓછામાં ઓછું 12 ધોરણ પાસ હોય અને ઓછાંમાં ઓછો પાંચ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઇએ. તેને યાતાયાતના નિયમો વિશે પણ બરાબર ખ્યાલ હોવો જોઇએ
  • મંત્રાલયએ એક શિક્ષણ પાઠ્યક્રમ પણ નિર્ધારિત કર્યો છે. હલ્કા મોટર વ્હીકલ ચલાવવા માટે પાઠ્યક્રમનો ગાળો મહત્તમ 4 સપ્તાહ હશે કે જે 29 કલાક સુધી ચાલશે. આ ડ્રાઇવિંગ સેન્ટર્સના પાઠ્યક્રમને 2 ભાગમાં વહેંચવામાં આવશે. થિઅરી અને પ્રેક્ટિકલ.

આ પણ વાંચોઃ Philippine military plane crashes: 85 લોકો લઈને જતું સેનાનું વિમાન થયું ક્રેશ, અત્યાર સુધીમાં 17 લોકોના થયા છે મોત