LIC Policy

LIC Policy ધારકોને સરકાર તરફથી ભેટ, IPOમાં બનાવી રહી છે નવો પ્લાન, જાણો શું છે IPO? અને તેનો ફાયદો

સરકાર LIC(LIC Policy)ને શેર બજારમાં લિસ્ટ કરાવશે અને IPO દ્વારા કંપનીની આર્થિક સ્થિતિ જાણ કરશે

LIC Policy

બિઝનેસ ડેસ્ક, 05 ફેબ્રુઆરીઃ LIC Policy ધારકો માટે સારા સમાચાર છે. જી, હાં સરકાર LICના IPO લાવવાનો જે પ્લાન બનાવી રહી છે, એમાં પોલિસીધારકોનું રિઝર્વેશન કોટા નક્કી કરાવમાં આવી શકે છે.

મળેલી માહિતી અનુસાર, IPOમાં 10 % કોટા LICના ગ્રાહક માટે નક્કી કરવામાં આવી શકે છે. કેન્દ્રીય નાણા મંત્રાલયમાં રોકાણ તેમજ સાર્વજનિક પરિસંપત્તિ પ્રબંધક વિભાગના સચિવ તુહિન કાંત પાંડે મુજબ જે રીતે ખુદરા રોકાણકારોને સરકારી કંપનીના IPOમાં 10%નું રિઝર્વેશન મળે છે. એ જ રીતે LICના ગ્રાહકોને IPOમાં રિઝર્વેશન મળશે

ગયા વર્ષની જેમાં આ વર્ષે પણ બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણએ LIC(LIC Policy)ના IPOનો ઉલ્લેખ કર્યો છે. એનો મતલબ એ થશે કે સરકાર LICને શેર બજારમાં લિસ્ટ કરાવશે અને IPO દ્વારા કંપનીની આર્થિક સ્થિતિ જાણ કરશે. ગયા વર્ષે બજેટ ભાષણમાં નાણામંત્રી Nirmala Sitharamanએ કહ્યું હતું કે ‘LIC પર પુરી રીતે સરકારનો માલિકના હક હશે.લિસ્ટિંગ પછી IPO દ્વારા કંપનીની આર્થિક સ્થિતિની જાણકારી મેળવવામાં આવશે અને એવું એટલા માટે કરવામાં આવશે કારણ કે સરકાર રિટેલ રોકાણકારોને પણ એનો ભાગીદાર બનાવવા ઈચ્છે છે.

Whatsapp Join Banner Guj

નાણાંમંત્રી Nirmala Sitharamanએ એલાન કર્યું છે કે 2021-22માં સરકાર વિનિવેશ દ્વારા 1.75 લાખ કરોડ રૂપિયાની કમાણી કરવા ઈચ્છે છે. ગયા વર્ષે કોરોનાના કારણે સરકાર વિનિવેશનું લક્ષ્ય (2.1 લાખ કરોડ રૂપિયા) પૂરું કરી શકી નથી. ગયા વર્ષ જે કમી રહી ગઈ હતી, એ કમીને સરકાર 2021-22માં પૂરો કરવાની ભરપૂર કોશિશ કરી છે. મોદી સરકાર વિનિવેશ પર પૂરું જોર લગાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે અર્થવ્યવસ્થાને મુશ્કેલીઓથી બહાર કાઢવા માટે અલગ નાણાકીય વર્ષમાં રેકોર્ટ્સ પુંજીગત વ્યયનો લક્ષ્ય રાખ્યો છે. સરકારને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને એયર ઇન્ડિયા માટે સંભવિત ખરીદદાર પાસે આવેદન પણ પ્રાપ્ત કરી ચુકી છે.

આ પણ વાંચો…

Cororna case update: કોરોનાના નવાં ૨૮૩ કેસ નોંધાયા, અમદાવાદમાં અને રાજકોટમાં એક-એક દર્દીનું કોરોનાથી મૃત્યુ