HOME LOAN HIKE1200X800 1

Loan લેનારા લોકો માટે સારા સમાચારઃ પોતાનું ઘર લેવાનું સપનું થશે પૂર્ણ, આ બેંકે કરી મોટી જાહેરાત- વાંચો સંપૂર્ણ અહેવાલ

બિઝનેસ ડેસ્ક, 08 જૂનઃ ઘર ખરીદવા માટે લોન(Loan) લેવાનાર ઉપભોક્તા માટે સારા સમાચાર છે. જી, હાં કેનરા બેંક તેના ગ્રાહકો માટે ખાસ ઓફર લઇને આવી છે, જેમાં સસ્તી લોન આપવામાં આવી રહી છે. બેંકે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. તો હવે તમે ટેન્શન ફ્રી થઈ લોન લઇ શકો છો અને તમારા સપનાને પૂર્ણ કરી શકો છો.

Whatsapp Join Banner Guj

બેંકે તેના ઓફિશિયલ ટ્વીટર હેંડલ પર લખ્યુ છે કે તે આ સમયે માર્કેટમાં સૌથી ઓછા વ્યાજ દરે લોન આપી રહી છે. આ લિંક પર ક્લિક કરી https://canarabankcsis.in/canaraila/newmain.aspx તમે લોન(Loan) માટે એપ્લાય કરી શકો છો.

બેંકે ટ્વીટર પર જાણકારી આપી છે કે બેંક તરફથી 7.35 ટકા (MCLR)ના આધારે લોન(Loan) આપવામાં આવી રહી છે. જ્યારે 6.90 ટકા (RLLR)ના દરે લોના આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નવી દર 7 જૂન 2021ના રોજથી લાગૂ થઇ ગઇ છે.

આ રીતે કરો એપ્લાય

  • આ https://canarabankcsis.in/canaraila/newmain.aspx પર જાઓ
  • આ લિંક પર ગયા પછી તમે બેંકના ઓફિશિયલ પેજ પર પહોંચી જશો
  • ત્યારબાદ તમારે જે પણ લોન લેવી છે, તેના પર ક્લિક કરો
  • અહીં તમને ત્રણ પ્રકારના વિકલ્પ આપવામાં આવશે. હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન
  • ડિટેલ્સ ફિલ કર્યા પછી બેંકના પ્રતિનિધિ તમારો સંપર્ક કરશે
  • તેની સાથે જ આ લિંક દ્વારા તમે બેંક ઈએમઆઈ અંગે પણ જાણકારી લઇ શકો છો

ઉલ્લેખનીય છે કે બેંકો દ્વારા MCLR વધારવા અને ઘટાડવાની અસર નવી લોન લેનારા સિવાય એ ગ્રાહકો પર પડે છે, જેમણે એપ્રિલ 2016 પછી લોન લીધી હોય. એપ્રિલ 2016 પહેલા રિઝર્વ બેંક તરફથી લોન આપવા માટે નક્કી મિનિમમ રેટ બેઝ રેટ કહેવાતો હતો. એટલે બેંક તેનાથી ઓછા દરે ગ્રાહકોને લોન નહીં આપી શકતી હતી. 1 એપ્રિલ 2016થી બેંકિંગ સિસ્ટમમાં MCLR લાગૂ થયા પછી આ લોન(Loan) માટે મિનિમમ દર વધી ગઈ. હવે MCLRના આધારે જ લોન આપવામાં આવે છે.

આ પણ વાંચો…..

નોકરીયાત લોકોનું જલ્દી જ વધી જશે PF, વાંચો આ છે સરકારનો પ્લાન

ADVT Dental Titanium